

ડોન ફિલ્મનો એક ડાયલોગ છે, ડોન કા ઇંતજાર તો 11 મુલ્કોકી પુલીસ કર રહી હૈ,લેકિન એક બાત સમજ લો ડોન કો પકડના મુશ્કિલ હી નહી નામુમકીન હૈ. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ એક યુવતીને દેશના 11 રાજ્યોની પોલીસ શોધી રહી છે, કારણકે આ યુવતી ફેક આઇડી પરથી ધમકીભર્યા ઇમેલ કરી રહી હતી. ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અને બી. જે. મેડિકલ કોલેજને ઉડાવી દેવાની ધમકીનો ઇમેલ કર્યો હતો.
ગુજરાત પોલીસે આ યુવતીને ચેન્નઇથી પકડી લીધી છે. આ યુવતીનું નામ રેને જોશીલ્ડા છે અને મુળ તમિલનાડુની છે. રેને જે ઓફિસમાં નોકરી કરતી હતી ત્યા દિવીઝ પ્રભાકર નામનો યુવાન નોકરી કરતો હતો. રેને દિવીઝના પ્રેમમાં હતી, પરંતુ દિવીઝે બીજે લગ્ન કરી લેતા રેને તેની સાથે બદલો લેવા દિવીઝના નામથી ઇમેલ આઇડી બનાવીને 11 રાજ્યોમાં ઇમેલ કર્યા હતા.