

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થઇ પરંતુ એ હારની જવાબદારી કોઇ સ્વીકારવા તૈયાર નથી. ભાજપમાં અંદરોદર ડખા થયા છે અને બધા એક બીજા પર હારના ઠીકરા ફોડી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણીમાં જીત થાય છે ત્યારે જીતની ક્રેડીટ પ્રદેશ પ્રમુખ લઇ જાય છે તો હારની જવાબદારી પણ પ્રદેશ પ્રમુખે જ લેવી જોઇએ. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી જયેશ રાદડીયા અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ગ્રુપ સામ સામે છે. પાટીલ ગ્રુપનું કહેવું છે કે વિસાવદરની ચૂંટણીમાં પ્રભારી તરીકેને જવાબદારી જયેશ રાદડીયાની હતી એટલે હારની જવાબદારી તેમની છે. તો રાદડીયા ગ્રુપનું કહેવું છે કે, પાટીલની પેજ પ્રમુખની થિયરી વિસાવદરમાં કેમ કામ ન લાગી?