

41 વર્ષ પછી પહેલીવાર કોઇ ભારતીય અવકાશમાં ગયા છે.1984માં વિંગ કંમાડર રાકેશ શર્મા પછી હવે શુભાંશુ શુક્લા 25 જૂને અવકાશમા ગયા છે. ફલોરીડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટ અને ડ્રેગન સ્પેસ ક્રાફટે ઉડાન ભરી હતી અને 26 જૂને સાંજે 4.30 વાગ્યે ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર પહોંચશે.
શુંભાશુની સાથે પૈગી વ્હીટસન,ટીબોર ટાપુ, સ્વાલોસ્જ ઉજનાસ્કી ગયા છે. શુભાંશુ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને ઇસરોના અવકાશયાત્રી છે. તેઓ મુળ ઉત્તર પ્રદેશના લખનૌના છે. શુભાંશુ અવકાશમા જઇને ખાદ્ય અને પોષણ સંબંધિત અભ્યાસનું નેતૃત્વ કરશે અને 7 માઇક્રો ગ્રેવીટીના પ્રયોગો પણ હાથ ધરશે.
શુભાંશુ તેમની સાથે ગાજરનો હલવો, મગની દાળનો હલવો અને હંસનું રમકડું સાથે લેતા ગયા છે. ભારત માટે આ ગૌરવની ક્ષણ છે.