
લોહ બોલો … પ્રાંતિજ મા સ્માર્ટ મીટર તો લાગ્યા પણ છેલ્લા ચાર મહિનાથી નથી બન્યા
– વીજબીલ ના બનતા ગ્રાહકો ઉચાનીચા થઈ ગયા
– અનેકવાર વિજકંપની મા ગ્રાહકોની રજુઆત છતાંય સ્થિતી જેસેથેની
– ચાર મહિના નુ વિજબીલ ભેગુ આવશે તો વીજ ગ્રાહકોને ભારે પડશે
– વીજ મીટર બીલ ના આવતા ગ્રાહકો હલવાયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિજકંપની દ્રારા લગાવવામા આવેલ સ્માર્ટ મીટર નુ વીજ બીલ ના આવતા વિજ મીટર ગ્રાહકો મુજવણ મા મુકાયા

આધુનિક યુગ મા યંત્ર ને સહારે સોવકોઇ દોડ આગળ લગાવી રહ્યુ છે અને દરેક શ્રેત્રે યંત્ર કાન્તી જોવા મળી રહી છે ત્યારે વિજ કંપની દ્રારા પણ સ્માર્ટ મીટર લાવી દરેક ગામે-ગામ વિજ મીટર લગાવવા મા આવ્યા છે અને લગાવવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ નગરપાલિકા ના કેટલાય વિસ્તારો મા સ્માર્ટ મીટર લગાવવા મા આવ્યા છે પણ મીટર લાગ્યા ને ચાર-ચાર મહિના વિત્યા છતાંય વિજ કંપની દ્રારા મીટર ગ્રાહકો ને વીજબીલ ના આપતા હાલતો મીટર ગ્રાહકો મા રોષ જોવા મલી રહ્યો છે અને આ મોધવારી મા જો એક સાથે ચાર મહિનાનુ બીલ વિજ ગ્રાહકો ને થભાવી દેવામા આવશે તો ગ્રાહકોના બજેટ ઉપર અસર થશે અને એક સામટુ બીલ ભરવાનુ આવશે તો મોધવારી મા લોકોનુ આયોજન ખોરવાઈ જશે ત્યારે હાલતો વિજ કંપની દ્રારા સ્માર્ટ મીટર ના ગ્રાહકો ને વીજબીલ ના આપતા વિજ ગ્રાહકો લાલચોર થઈ ગયા છે અને વિજ કંપની ના આ સ્માર્ટ મીટર લગાવવા ને લઈ ને ઠેરઠેર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે ચાર મહિના બાદ પણ વીજ કંપની દ્રારા વીજબીલ બનાવવામા આવશે કે પછી હજુએ વિજ ગ્રાહકોને વધુ રાહ જોવી પડશે એતો આવનાર દિવસોમાંજ ખબર પડેશે તો આ અંગે પ્રાંતિજ વિજ કંપની ના નાયબ ઈજનેર આર.એમ.જયસ્વાલ ને ટેલીફોનીક પુછતા તેવોએ જણાવ્યુ હતુ કે હવે વીજબીલ આપવાનુ ચાલુ કર્યુ છે અને થોડાક દિવસોમા દરેક મીટર ગ્રાહકોને એપ્રિલ સુધી નુ વિજ બીલ મલી જશે
જીલ રાવલ સાબરકાંઠા