
પ્રાંતિજ ના નવા બાકરપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
– નવા તથા જુના બાકરપુર પ્રાથમિક શાળા નો સંયુક્ત કાર્યક્રમ યોજાયો
– બાળકોને સ્કૂલ બેગ સહિત કીટ નુ વિતરણ કરવામા આવ્યુ
– શાળા સંકુલ મા વુક્ષારોપણ કરવામા આવ્યુ
– નવા-જુના બાકરપુર શાળાના SMC ના સભ્યો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નવા બાકરપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે નવા બાકરપુર તથા જુના બાકરપુર પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો







પ્રાંતિજ નવા બાકરપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે નવા-જૂના બાકરપુર પ્રાથમિક શાળા નો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ સંયુક્ત યોજાયો જેમા હિંમતનગર યુજીવીસીએલ અધિક્ષક ઇજનેર વી.એસ.કટારા , વદરાડ સ્પે.એજયુકેટર અંકુરભાઇ પટેલ , અમીતસિંહ વાધેલા , નગરપાલિકા શિક્ષણ સમિતિ ના ચેરમેન પિયુષભાઇ પટેલ , જુના બાકરપુર ડેપ્યુ સરપંચ મકવાણા રમેશભાઇ , વોર્ડ-૨ ના સભ્ય તારાબા કનુસિંહ રાઠોડ , એસએમસી અધ્યક્ષ જયંતિ સિંહ પરમાર , તપેન્દ્રભાઇ રાવલ , ભગાભાઇ પટેલ ,નવા બાકરપુર પ્રાથમિક શાળાના આચાર્ય જુના બાકરપુર પ્રાથમિક શાળાના આચાર્ય સહિત નવા-જુના પ્રાથમિક શાળાના SMC સભ્યો વાલીઓ , ગામજનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા તો બાળકોને શાળા મા પ્રવેશ આપ્યો હતો તો જુના બાકરપુર ના ડેપ્યુટી સરપંચ રમેશભાઇ મકવાણા દ્રારા બાળકોને સ્કૂલ બેગ આપવામા આવી હતી તો શાળામા પ્રવેશ મેળવનાર બાળકો ને સ્કુલ બેગ સહિત ની કીટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો વિધાર્થીઓ ને સ્કુલ બેગ સહિત કીટ મળતા તેવોના ચહેરા ઉપર સ્મિત જોવા મળી હતી
જીલ રાવલ સાબરકાંઠા