

સુરતમાં એક વર્ષ જૂના કેસમાં પકડાયેલી કુખ્યાત કિર્તી પટેલની કરમ કુંડળી વિશે વાત કરીશું.
સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને લાઇવમાં આવીને અનેક લોકોની સાથે બબાલ કરનાર કિર્તી પટેલ મુળ સુરેન્દ્રનગરના વાઘેલા ગામની છે અને સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહે છે.
તેના પરિવારમાં માતા-પિતા 4 બહેનો અને એક ભાઇ છે. કિર્તી પટેલે ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કરેલો હતો અને ફેશન ડિઝાઇનર તરીકે થોડા વર્ષ કામ પણ કર્યું. એ પછી કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી અને જાણીતી બની એટલે ફેશન ડિઝાઇનનું છોડીને ગુનાના રવાડે ચઢી ગઇ. તેની સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે. તેણે ખજુર ભાઇ, કાજલ મહેરિયા, દેવાયત ખાવડ, બ્રિજદાન ગઢવી, સાગર પટેલ, રાજદિપસિંહ રિબાડા સહિત અનેક લોકો સાથે બબાલ કરી ચૂકી છે.