

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે ભોપાલમાં છુપાયેલી આ યુવતીને પકડવા એક ફેક ગ્રાહક મોકલ્યો હતો અને ભોપાલમાંથી તેને ઝડપી લેવામા આવી છે.
લૂંટેરી દુલ્હનનું નામ અનુરાધા પાસવાન છે તે અત્યારે ભોપાલમાં રહેતી હતી, પરંતુ તે મુળ ઉત્તર પ્રદેશમા મહરાજ ગંજની રહેવાસી છે.
લોકોને લૂંટવા માટે આ લોકો ભોપાલથી ગેંગ ઓપરેટ કરતા હતા અને તેમાં 2 મહિલા અને 2 પુરુષો પણ હતા. દુલ્હાને તસ્વીર બતાવીને લગ્ન માટે રાજી કરી લેતા અને તેમની પાસેથી 2થી 5 લાખ રૂપિયા પડાવી લેતા હતા. એક લગ્ન માટે અનુરાધાને 50,000 રૂપિયા મળતા હતા. લગ્નના ત્રણ-ચાર દિવસમાં જ અનુરાધા મોબાઇલ, ઘરેણા,રૂપિયા લઇને ફરાર થઇ જતી હતી.