fbpx

5 વર્ષમાં દેશમાં આટલી વધી જશે MBBSની સીટો, દર વર્ષે કેટલા થાય છે એડમિશન?

Spread the love

NEET પરીક્ષા પાસ કર્યા બાદ કેટલાકને તો એડમિશન મળી જાય છે, પરંતુ ઘણા લોકોને નિરાશા મળે છે. તેમનું MBBS બનવાનું સપનું પૂરું થઇ શકતું નથી. આ દરમિયાન સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MBBS સીટોને લઇને કરેલી જાહેરાતથી મેડિકલ સ્ટુડન્ટ્સને થોડી રાહત જરૂર મળી છે. વડાપ્રધાન મોદીએ 15 ઑગસ્ટના પોતાના ભાષણમાં MBBS સીટોનો ઉલ્લેખ કર્યો અને જાહેરાત કરી કે આગામી 5 વર્ષોમાં 75000 વધુ MBBSની સીટો વધારવામાં આવશે. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે તેનાથી મેડિકલનો અભ્યાસ કરનારા યુવાઓને ખૂબ અનુકૂળતા મળશે.

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી શિક્ષણ વ્યવસ્થાને વિકસિત કરવાની વાત કહી. તેમણે કહ્યું કે, દર વર્ષે લગભગ 25 હજાર બાળકો માત્ર મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે. તેમને રોકવાની જરૂરીયાત છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં મેડિકલની સીટો વધારીને એક લાખ કરી દીધી છે, પરંતુ આગામી 5 વર્ષોમાં MBBSની 75 હજાર સીટો વધારવામાં આવશે. મોદીની આ જાહેરાત બાદ હવે MBBS કરનારા વિદ્યાર્થીઓને રાહત મળી છે. અત્યારે દેશમાં MBBSની કુલ સીટો 1.12 લાખ છે.

તાજેતરમાં જ સરકાર તરફથી સંસદમાં તેનું વિવરણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું અહતું કે દેશમાં વર્ષ 2014 સુધી કુલ 387 મેડિકલ કૉલેજ હતી, જે હવે વધીને 731 થઇ ગઇ છે. મતલબ છેલ્લા 10 વર્ષમાં 344 નવી મેડિકલ ખોલવામાં આવી છે. સરકાર તરફથી જે ડેટા આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2014 સુધી MBBSની કુલ સીટો 51,384 હતી, જે હવે વધીને 1.12 લાખ થઇ ગઇ છે. આ પ્રકારે દેશમાં MBBSની સીટોમાં 118 ટકાનો વધારો થયો છે. હવે જો આગામી 5 વર્ષમાં 75000 MBBSની સીટો વધે છે તો એ 1.87 લાખ સુધી પહોંચી જશે.

વડાપ્રધાન મોદીએ 75000 MBBS સીટો વધારવાની વાત કહી છે. એ કેવી રીતે થશે, તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે સદનમાં એક સવાલના જવાબમાં સરકાર તરફથી જે જવાબ આપવામાં આવ્યો હતો તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજના દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ અને દરેક રાજ્યમાં AIIMS ખોલવાની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ કૉલેજના નિર્માણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી ગુણોત્તર 60:40નો હશે. એવામાં જો સરકરની યોજના અમલમાં આવે છે તો જાહેર વાત છે કે નવી કૉલેજ ખૂલવાથી MBBSની સીટોમાં વધારો થશે.

આ વર્ષની NEET UG પરીક્ષામાં 13 લાખથી વધુ પરીક્ષાર્થી ક્વાલિફાઇ થયા છે. જ્યારે અરજી કરનારાઓની સંખ્યા લગભગ 24 લાખ હતી. તેમાંથી 23 લાખે જ પરીક્ષા આપી હતી, પરિણામ જાહેર થયા બાદ 13 લાખથી વધુએ ક્વાલિફાઇ કર્યું. સૌથી વધુ હોડ MBBSમાં એડમિશનની રહે છે, પરંતુ ઓછા રેંકવાળાને એડમિશન મળી શકતું નથી.

error: Content is protected !!