ભારતભરમાં અત્યારે વરસાદનો સમય છે. શહેરોમાં વરસાદ બાદ સૌથી સામાન્ય વાત છે રસ્તા પર પાણી ભરાઈ જવું અને ટ્રાફિક જામ. જ્યારે શહેરમાં એવી સ્થિતિ થઈ જાય છે તો કેબ સર્વિસના ભાડામાં વધારો થઈ જાય છે અને ડિલિવરી કરનારી કંપનીઓ પણ પોતાનો ચાર્જ વધારી દે છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેબ પ્રોવાઇડર કંપની Ubereએ 1.8 કિલોમીટરની અંતર કાપવા માટે 699 રૂપિયા માગ્યા.
એક યુઝરે પોતાની આપવીતી બતાવી છે કે કેવી રીતે તેની પાસે માત્ર 1.8 કિમીની રાઈડ માટે 699 રૂપિયા માગવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયા બાદ હવે યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો પોતાની કહાની બતાવી રહ્યા છે તો ઘણા લોકો કંપની તરફથી લેવાયેલા સરચાર્જનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સમજીએ કે આખરે શું દાવો છે અને તેને લઈને યુઝર શું કહી રહ્યા છે.
શું હતી પોસ્ટ?
સોશિયલ મીડિયા પર પ્રોડક્ટ મેનેજર પ્રોફેશનલ સૂર્યા પાંડેએ લિંક્ડઇન પર એક પોસ્ટ કરી છે, ત્યારબાદ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેણે 1.8 કિમીના અંતર માટે કેબ બુક કરી હતી અને તેના માટે Uber તરફથી 699 રૂપિયાની માગ કરવામાં આવી રહી હતી. સાથે જ તેણે આ કિસ્સાને 1990માં માર્કેટ સ્ટોકમાં આવેલા બૂમ સાથે સરખામણી કરી. તેણે લખ્યું કે, જો મારી પાસે શેર બજારની જગ્યાએ Uberની સર્જ પ્રાઈઝિંગમાં રોકાણ કરવાની દૂરદર્શિતા હોત તો અત્યાર સુધી હું હર્ષદ મેહતાને પણ પાછળ છોડી ચૂક્યો હોત.
તેણે આગળ લખ્યું કે, શું એ વિડંબના નથી કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટની સમસ્યાના સમાધાન માટે ઉપયોગ કરો અને પછી એ જ પરેશાનીનું કારણ બની જાય? ઉદાહરણ તરીકે Uber, રેપિડો, Ola વગેરેને લો. તેમણે કેબ સર્વિસને સરળ કરવા માટે શરૂઆત કરી હતી. હવે ગુરુગ્રામમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ Uber તરફથી 300 ટકા વધારે માગ કરવામાં આવી રહી છે. તેનાથી સારું છે કે પાર્કિંગ એક્ઝિટ પર જાવ અને કોઈને ઘરે છોડવા કહી દો. અંતર 1.8 કિમી હતું અને એ કેવી રીતે ડીસાઇડ થઈ રહ્યું છે કે વેગનઆર માટે 7 સીટર કારથી પણ વધારે ભાડું છે? ત્યારબાદથી લોકો પોત પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.
આ અગાઉ પણ આ પ્રકારના ઘણા કિસ્સા સામે આવ્યા છે, જ્યારે Uber કે કોઈ અન્ય કેબ પ્રોવાઇડર કંપનીએ ખૂબ ઓછા અંતર માટે વધારે ભાડું દેખાડ્યું છે. ત્યારબાદ એક યુઝરે પોતાનો અનુભવ શેર કર્યો કે તમે સાચું સજેશન આપ્યું છે અને હું પોતાની ઇન્ટર્નશીપ દરમિયાન એક ટ્રિક અપનાવતો હતો અને બાઈકર્સ પાસે લિફ્ટ લઈ લેતો હતો. સાથે જ એક યુઝરે લખ્યું કે, ઘણી વખત તો ઓટોની રેટ પણ કેબથી વધારે થઈ જાય છે.