પ્રાંતિજ-તલોદ ના રોડ રસ્તા માટે દશ કરોડ એકત્રિસ લાખ મંજુર
- ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત રંગ લાવી
- પ્રાંતિજ-તલોદ ના લોકો મા ખુશી જોવા મળી
મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના ૨૪.૨૫. હેઠળ પ્રાંતિજ તલોદ તાલુકાના રસ્તા પહોળા કરવા અને આયોજન બહાર ના રસ્તા ઓના બાંધકામ માટે રૂપિયા દશ કરોડ એકત્રિસ લાખ મંજુર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત રંગ લાવી
ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના ૨૪.૨૫.હેઠળ થ્થુ રૂટ અ.જી.મા.અને ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા ની કામગીરી અને આયોજન બહારના રસ્તાઓના બાંધકામ ની કામગીરી અર્થે પ્રાંતિજ તલોદ તાલુકાના માર્ગો ની કામગીરી માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત ને પગલે ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રૂપિયા દશ કરોડ એકત્રિસ લાખ ની રકમ ની ફાળવણી કરી વિસ્તારના રસ્તાઓના કામોના જોબ નંબર આપી દેતાં બંન્ને તાલુકાના ગામડાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નો આભાર માન્યો છે જે રસ્તાઓ મંજૂર થયા છે જેમાં નવલપુર એપ્રોચ રોડ વકતાપુર ગામ ના મેઈન રોડ થી ખેરોલ ને જોડતો રોડ , જગતપુરા થી જગતપુરા કંપા નો અધૂરો રોડ , બોરીયા દૂધ મંડળી થી નવાપુરા નો રોડ , ઉછા થી રાસલોડ બાઈની મુવાડી તરફ જતો રોડ , ગુદીયા નાડીયુ , દલાની મુવાડી ગામે રાઠોડ વાસથી તલોદ મજરા રોડથી ખોડીયાર નગર ને જોડતો રોડ , ભાટીયા ગામ થી વલીયમપુરાને જોડતો ગટર લાઇન સાથે સી.સી.રોડનુ કામ , અંબાવાડા ગામેથી વજાપુર ફતેપુર રોડને જોડતો રોડ , મોટા ચેખલા ગામ માંથી મોરબી પુરા થી ડેમ તરફ ડામર રોડ , અહમદપુરા ગામથી તલોદ હિંમતનગર રોડ ને જોડતો રોડ , ઓરાણ થી અનવર પુરા ને જોડતો રોડ , આમ પ્રાંતિજ તલોદ તાલુકા ના અસંખ્ય ગામો ના રસ્તાઓની કાયાપલટ થશે લોકોની મુશ્કેલીનો અંત આવશે પ્રાંતિજ તલોદ ની જનતાએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે
જીલ રાવલ પ્રાંતિજ