આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડ કેસમાં 17 મહિના પછી જેલમાં જામીન પર બહાર આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે શું સિસોદીયા ફરી નાયબ મુખ્યમંત્રી બનશે?
મનીષ સિસોદીયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને સરકારમાં જોડાવવાની જરા પણ ઉતાવળ નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. કેજરીવાલ સરકારમાં જોડાવવાનું કહેશે તો જોડાઇ જઇશે અને પ્રચાર કરવાનું કહેશે તો પ્રચારમાં લાગી જઇશ. સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલ ટુંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે.
તેમણે કહ્યું કે અત્યારે મારી ભૂમિકા 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની છે અને હું તેના પર જ કામ કરી રહ્યો છું.