પ્રાંતિજ ના પલ્લાચર ખાતે તાલીમ મેળવેલ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
– શિવણ તથા બ્યુટી પાર્લર ની તાલીમ મેળવેલ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
– ૩૮ બહેનોને પ્રમાણપત્ર આપવામા આવ્યા
– સર્જન ફાઉન્ડેશન દ્રારા તાલીમ મેળવેલ બહેનોને પ્રમાણપત્ર આપવામા આવ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન સંચાલિત ” જીવન કૌશલ્ય ” તાલીમ કેન્દ્ર દ્રારા પલ્લાચર ખાતે શિવણ તથા બ્યુટી પાર્લર ની તાલીમ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા ૩૮ બહેનોને પ્રમાણપત્ર નુ વિતરણ કરવામા આવ્યુ
પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન સંચાલિત ” જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ” પ્રાંતિજ દ્રારા પ્રાંતિજ ના પલ્લાચર ખાતે બહેનો માટે શિવણ તથા બ્યુટી પાર્લર ના વર્ગ ચાલુ કરવામા આવ્યા હતા જેમા પૂર્ણ થતા શિવણ વર્ગ ની ૨૬ અને બ્યુટી પાર્લર ની ૧૨ મળી કુલ-૩૮ બહેનોને ગામના સરપંચ તથા દુધ મંડળીના ચેરમેન મેહુલભાઇ , સેક્ટરી દિવ્યેશભાઇ તેમજ પલ્લાચર પ્રાથમિક શાળાના આચાર્ય ના હસ્તે પ્રમાણ પત્ર નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઇ પરમાર , શિવણ વર્ગ ના ઇન્સ્ટ્રુકટર સપનાબેન તથા બ્યુટી પાર્લર ઇન્સ્ટ્રુકટર ભાવનાબેન પટેલ શાળાનો સ્ટાફ તેમજ તાલીમ માર્થી બહેનો ઉપસ્થિત રહી હતી
જીલ રાવલ પ્રાંતિજ