fbpx

પ્રાંતિજ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે રક્ષા બંધન ના તહેવાર ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે રક્ષા બંધન ના તહેવાર ની ઉજવણી કરવામા આવી
– સ્કુલ ની વિધાર્થીઓએ વિધાર્થીઓને રાખડી બાધી
– વિધાર્થી ભાઇ-બહેનોએ તહેવાર ની ઉજવણી કરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર પ્રાંતિજ ખાતે પવિત્ર રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરવામા આવી


   પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે આવનાર રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરવામા આવી હતી જેમા શાળાની વિધાર્થીઓ દ્રારા શાળામા અભ્યાસ કરતા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી તેવોની આરતી ઉતારી મોઢુ મીઠુ કરી તેવોના જમણા હાથમા રાખડી બાંધી હતી તો વિધાર્થીઓ દ્રારા રાખડી બાંધેલ બહેનોને ગ્રીફટ પણ આપવામા આવી હતી તો સ્કુલ દ્રારા વર્ષ મા આવતા દરેક તહેવારો ની ઉજવણી કરવામા આવતી હોય છે અને દરેક તહેવાર ની પેકટીકલ સમજ સાથે બાળકોને તહેવાર અંગે વાકેફ કરવામા આવે છે ત્યારે તાજેતરમાંજ આવનાર ભાઇ-બહેનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ની સ્કુલ દ્રારા ઉજવણી કરવામા આવી હતી તો સ્કુલ ના આચાર્ય હિરલબેન સોની , કિષ્માબેન પઠાણ ,  સુમનબેન મિશ્રા સહિત શાળા પરિવાર સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!