fbpx

પ્રાંતિજ ખાતે મદન મોહન લાલજી મંદિર ખાતે ફુલો ના હિંડોળા બનાવવામા આવ્યા .

Spread the love

પ્રાંતિજ ખાતે મદન મોહન લાલજી મંદિર ખાતે ફુલો ના હિંડોળા બનાવવામા આવ્યા .
– મંદિર ખાતે દરવર્ષ વિવિધ હિંડોળા બનાવવામા આવે છે .
– શ્રાવણ અગિયારસ ને લઈ ને ફુલો ના હિંડોળા બનાવવામા આવ્યા .
– વૈષ્ણવ સમાજ ના ભાઇ-બહેનોએ હિંડોળા ના દર્શન નો લાભ લીધો .
                     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મદન મોહન લાલજી ના મંદિર ખાતે પ્રવિત્ર શ્રાવણ માસ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રકાર ના હિંડોળા બનાવવામા આવી રહ્યા છે જેમા ફુલો નો હિંડોળા બનાવવામા આવ્યો હતો .


       
 પ્રાંતિજ દેસાઈ ની પોળ મા આવેલ મદન મોહન લાલજી મંદિર ખાતે આવર્ષે પણ મંદિર વ્યવસ્થાપકો દ્રારા પવિત્ર શ્રાવણ માસ માં વિવિધ પ્રકાર ના હિંડોળા ભરવામા આવે છે જેમા શ્રાવણ માસની પવિત્ર। એકાદશી અગિયારસ ના દિવસે શુકવાર ના રોજ ગુરૂ ને અને ભગવાન ને પવિત્રા ધરવામા આવે છે અને આ દિવસે મંદિર વ્યવસ્થાપકો અને વૈષ્ણવ સમાજ ના ભાઇ-બહેનો દ્રારા ફુલો નો હિંડોળો બનાવવામા આવે છે અને વિવિધ રંગબેરંગી ફૂલો માથી હિંડોળા બનાવવામા આવ્યા હતા અને ફુલો દ્રારા હિંડોળા ની સજાવટ કરવામા આવી હતી તો વૈષ્ણવ સમાજ ના ભાઇ-બહેનો પણ મોટી સંખ્યા માં મંદિર ખાતે ઉમટી પડયા હતા અને ફુલોના હિંડોળા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર ખાતે કિર્તન કાર્યક્રમ પણ હરિભકતો દ્રારા યોજવામા આવે છે .

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!