

અમેરિકામાં TikTok ચલાવતી બાઇટડાન્સને ત્રીજી વખત રાહત આપવામાં આવી છે. શોર્ટ વીડિયો પ્લેટફોર્મને ત્યાં 90 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ અને અમેરિકન સરકાર ઇચ્છે છે કે TikTok પોતાના અમેરિકન બિઝનેસને અમેરિકન કંપનીને વેચી દે, પરંતુ અત્યાર સુધી આવું થઈ શક્યું નથી. અમેરિકાની પાછલી બાઈડેન સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને TikTok પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર હતી. ત્યારબાદ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ગયા અને તેઓ TikTok માટે કામ ચાલુ રાખવાની સમયસીમાં વધારતા જઈ રહ્યા છે. આખરે આ ટ્રમ્પના નિયંત્રણમાં કેમ નથી? અમેરિકા ચીની એપ પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી? ચાલો તેની પાછળના કારણો સમજીએ.

કોઈપણ અમેરિકન શોર્ટ વીડિયો પ્લેટફોર્મની તુલનમાં TikTok અમેરિકામાં ખૂબ પોપ્યુલર છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં લગભગ 17 કરોડ લોકો TikTok ચલાવી રહ્યા છે. TikTokને લઈને અનિશ્ચિતતાનો ફાયદો મેટાના ઇન્સ્ટાગ્રામને થયો છે. ઇન્સ્ટા પર અમેરિકન યુઝર્સની સંખ્યા પણ 17 કરોડની આસપાસ છે. જો અમેરિકામાં TikTok પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તો લોકો તેને એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નહીં કરી શકે.
TikTok જેવા શોર્ટ વીડિયો પ્લેટફોર્મસ માત્ર મનોરંજનનું માધ્યમ નથી. તે ક્રિએટર્સને આર્થિક રૂપે પણ સપોર્ટ કરે છે. રિપોર્ટ્સ મુજબ, હજારો અમેરિકન ક્રિએટર્સ જેમના સારા એવા ફોલોઅર્સ છે, તેઓ TikTok પર બ્રાન્ડ પ્રમોશન દ્વારા પૈસા કમાય છે. આ રીતે TikTok અમેરિકન નાગરિકો માટે પણ આવકનો સ્ત્રોત બની ગયું છે અને ટ્રમ્પ સરકાર તેને અમેરિકામાં કામ કરતી જોવા માગે છે. બાઇટડાન્સે ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સપોર્ટ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. જો કે સત્ય એ છે કે બાઇટડાન્સને પોતાનો અમેરિકન બિઝનેસ વેંચવો પડશે, ત્યારે જ તે અમેરિકામાં ઓપરેટ કરી શકશે.

અમેરિકાની ઘણી કંપનીઓ- જેમાં અમેઝોન, પરપ્લેક્સિટી વગેરેનો સામેલ છે, આ કંપનીઓ TikTokના અમેરિકન બિઝનેસને ખરીદવામાં રસ ધરાવે છે. બાઇટડાન્સને કોઈપણ નિર્ણય સુધી પર પહોંચવા માટે ચીની સરકારની મંજૂરીની જરૂર પડશે. કહેવામાં આવે છે કે બંને દેશો પરિણામ સુધી પહોંચવાના હતા, પરંતુ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીન નારાજ થઈ ગયું. TikTok પર આરોપ લગતા રહ્યા છે કે તે યુઝર્સના ડેટાને ચીનમાં ઉપસ્થિત ડેટા સેન્ટરોમાં મોકલે છે. જો કે, બાઇટડાન્સનું કહેવું છે કે તેના કોઈપણ કામથી અમેરિકન યુઝર્સની સિક્યોરિટીને જોખમ નથી.