

અંગ્રેજો શિખવીને ગયા હતા કે, ડીવાઇડ એન્ડ રૂલ મતલબ કે ભાગલા પાડો અને રાજ કરો. આ વાત ભાજપે બરાબરની પચાવી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થઇ રહ્યા છે તેવી જોરશોરથી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ ભાજપે બંને ભાઇઓની પાર્ટીમાં એવો ખેલ પાડી દીધો કે તેમના માટે પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું છે.
તાજેતરમાં નાસિકના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના UBTના અનેક વરિષ્ઠ નેતા ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેના એકદમ નજીકના ગણાતા નાસિકના પૂર્વ મેયરે પણ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ પહેલા એકનાથ શિંદેની પાર્ટીમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અનેક કોર્પોરેટરો પણ શિંદે ગ્રુપમાં ચાલ્યા ગયા છે.