
પ્રાંતિજ ખાતે ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા જરૂરીયાત મંદોને કાચું સીધું આપવામાં આવ્યું  
– રાંધણ છઠ્ઠ કીટ નિમિત્તે કાચુ સીધુ આપવામા આવ્યુ
– વિધવા બહેનો અને નિરાધાર ભાઇઓને રાંધણ છઠ્ઠ નિમિત્તે કિટ આપી
– દાતાઓના હસ્તે જરૂરીયાત મંદોને કિટ  આપવામાં આવી  
– તેલ , લોટ ,મીઠાં સહિત ની કીટ બનાવી આપવામાં આવી  
– ૬૦ કિટો બનાવી જરૂરીયાત મંદો ને આપવામાં આવી
          
   દાન આપવું એ સહેલું છે પણ ખરેખર જરૂરીયાત મંદો સુધી પહોંચાડવું એ વધારે અઘરૂં છે ત્યારે પ્રાંતિજ ખાતે ક્ષત્રિય  સમાજ યુવક મંડળ દ્વારા છેલ્લાં દશ વર્ષ થી  કોઇ ને મદદ કરવાનાં ઇરાદા થી દાન ઉઘરાવી જરૂરીયાત મંદો ને પહોંચાડે છે
    







સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે છેલ્લાં દશ વર્ષથી ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા સાતમ-આઠમ ના તહેવાર ને પ્રાંતિજ સહિત તાલુકામાંથી દરેક સમાજ ના દાંતાશ્રીઓ પાંસેથી નાનીમોટી રકમ એકઠી કરી ખરેખર જરૂરીયાત મંદોની યાદી બનાવી નાનીભાગોળ ખાતે આવેલ સથવારા સમાજ ની વાડી ખાતે કાચું સીધાં ની કિટ તૈયાર કરી ૬૦ જેટલા ખરેખર જરૂરીયાત મંદો ને ઉપસ્થિત મહાનુભાવો અને દાંતા શ્રીઓ ના હસ્તે આપવામાં આપવામા આવી હતી તો ઉપસ્થિત મહાનુભાવો અને દાંતા શ્રીઓનુ ફુલ હાર દ્વારા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારે આ પ્રસંગે ગીતાબેન પટેલ , નીરૂબેન વિનુભાઇ સથવારા , હમિરસિંહ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા તો ખરેખર યોગ્ય લાભાર્થીઓને કાચા સીધાની કિટ મળે તેવું સુદર આયોજન કરવામાં આવ્યું હતું
જીલ રાવલ સાબરકાંઠા

