
“હર ઘર તિરંગા” અભિયાન
– પ્રાંતિજ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયુ
– જિલ્લા કલેક્ટર , જિલ્લા પોલીસ વડા સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા







સાબરકાંઠા જિલ્લામાં ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતુ તા૧૫ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ ૭૯મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ ખાતે કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે
આ રિહર્સલમાં કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વાતંત્ર્ય પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ઉજવાશે
આ રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, અધિક નિવાસી કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાંત પ્રાંતિજ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

