

ગૌતમ અદાણીની મુસીબત વધે તેવા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC)એ ન્યુયોર્ક કોર્ટને કહ્યું છે કે, ભારતીય અધિકારીઓ ગૌતમ અદાણીને કાનુની સમન્સ પાઠવવામાં વિલંબ કરી રહ્યા છે. એજન્સીએ કોર્ટને કહ્યું કે, અમે ફેબ્રુઆરી 2025માં ભારત સરકારને ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓને સમન્સ મોકલી આપ્યા હતા, પરંતુ 11 ઓગસ્ટ 2025 સુધીમાં ભારતના અધિકારીઓએ આ સમન્સ હજુ અદાણીને મોકલ્યા નથી.
એજન્સીએ કહ્યું કે, આને કારણે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય સહયોગી સામે લાંચ અને છેતરપિંડી કેસમાં સુનાવણી અટકી પડી છે.
અદાણી ગ્રુપની ગ્રીન એનર્જિ પર લાંચ આપવોના અને અમેરિકાના રોકાણકારોને છેતરવાનો આરોપ લાગેલો છે અને કોર્ટમાં કેસ ચાલે છે.
