fbpx

પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં મની લેન્ડર્સ એક્ટ મુજબ ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પોગલુ ના ઇસમે વ્યાજ સહિત રકમ ચુકવી છતાંય પૈસાની ઉધરાણી કરતા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં મની લેન્ડર્સ એક્ટ મુજબ ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– ૮,૦૦,૦૦૦ સામે ૯,૨૩,૦૦૦ ચુકવ્યા છતાંય ઉઘરાણી
– ઉઘરાણી કરી ગાળો બોલી પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી


 સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ના યુવાન એ ૮,૦૦,૦૦૦ લીધેલ રકમ સામે ૯,૨૩,૦૦૦ વ્યાજ ની સાથે ચુકવાય છતાંય ૮,૦૦,૦૦૦ મુડી ના બાકી હોવાનુ કહીને બિભસ્ત ગાળો-બોલી ધાકધમકીઓ આપી તેને તથા તેના પરિવાર ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ત્રણ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ ના પોગલુ ખાતે રહેતા અંકિતકુમાર અરવિંદભાઇ પટેલ કે જે ઓએ કાર્તિક ભાઇ તથા આશિષભાઈ તથા જયશર્મા પાસેથી ૮,૦૦,૦૦૦ રૂપિયા લીધેલા હતા અને એ પૈસા અંકિતકુમાર પટેલે ૯,૨૩,૦૦૦ વ્યાજ સહિત ચુકવી દીધેલ હોવાછતાંય કાર્તિક ભાઇ , આશિષભાઈ , જય શર્મા દ્રારા અંકિતકુમાર પટેલ ને કહેલ કે તે ચુકવેલ પૈસા વ્યાજ પેટે ચુકવેલ છે મુડીના ૮,૦૦,૦૦૦ બાકી હોવાનુ કહી અંકિતકુમાર પટેલ પાસે પૈસાની અવારનવાર ઉધરાણી કરી બિભસ્ત ગાળો-બોલી ધાકધમકીઓ આપી પૈસા નહી આપેતો અંકિતકુમાર પટેલ તથા તેના પરિવાર ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરી ગુન્હો કરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મની લેન્ડર્સ નો ભોગ બનનાર પટેલ અંકિતકુમાર અરવિંદભાઇ રહે.પોગલુ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા કાર્તિક ભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.રાસલોડ ,તા.પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા , આશિષભાઈ , જય શર્મા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૫૨,૩૫૧(૩),૫૪ તથા ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કલમ ૩૩(૧),૪૦,૪૨,૪૩ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!