
પ્રાંતિજ બાલમંદિર ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામા આવી
– કુષ્ણ જન્મ , મટકીફોડ સહિત ના કાર્યક્રમ યોજાયા
– માતુશ્રી મહાલક્ષ્મી બેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે કાર્યકમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી મહાલક્ષ્મી બેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે જન્માષ્ટમી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે જન્માષ્ટમી પર્વ ને લઈ ને જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા બાલમંદિર ખાતે કુષ્ણ જન્મ મહોત્સવ , મટકીફોડ , આરતી સહિત ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તો બાલમંદિર ના આચાર્ય તથા શિક્ષકો સ્ટાફ દ્રારા બાળકોને ગીતો ડાન્સ સાથે કુષ્ણ જન્મ , કુષ્ણ લીલા , મટકીફોડ સહિત ના કાર્યક્રમ ની સમજણ આપવામા આવી હતી તો બાલમંદિર મા અભ્યાસ કરતા બાળકોએ પણ કુષ્ણ જન્મ , મટકીફોડ કાર્યક્રમો મા ભાગ લઇ આનંદ સાથે ધાર્મિક જ્ઞાન મળવી ખુશી વ્યક્ત કરી હતી તો જન્માષ્ટમી પર્વ ની ઉજવણી નુ આયોજન માતુશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ના આચાર્ય મંદાબેન જોષી તથા નિહાળીકા બેન રાવલ તથા બાલમંદિર ના સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
