fbpx

5 દિવસમાં 75 ટકા ભાગ્યો આ ફેમસ સ્ટોક, અત્યારે કિંમત રૂ. 133, એક્સપર્ટ બોલ્યા…

Spread the love

શેર બજારમાં તાજેતરમાં જ લિસ્ટ થયેલી OLA Electric કંપનીએ કમાલ કરી દીધી છે. માત્ર 5 દિવસમાં જ આ શેરે 75 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. માર્કેટમાં લિસ્ટ થયા બાદ જ આ શેર તોફાની તેજીથી ભાગી રહ્યા છે, જ્યારે 9 ઑગસ્ટે આ શેરની લિસ્ટિંગ સપાટ થઈ હતી, જેનો અર્થ છે કે રોકાણકારોને લિસ્ટિંગ ગેન મળ્યું નહોતું. પરંતુ લિસ્ટ થયા બાદ સેમ ડે જ OLA Electricના શેરોએ 20 ટકાનું અપર સર્કિટ લાગ્યું.

પહેલા દિવસે જ 20 ટકાની તેજી બાદ જ રોજ OLA Electricના શેર તેજી દેખાડી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે OLA Electricના શેર છેલ્લા 5 કારોબારી દિવસોમાં 75 ટકા ઊછળી ચૂક્યા છે એટલે કે જો કોઈએ આ શેરમાં લિસ્ટ થયા બાદ 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેમનું કુલ રોકાણ 1,75,000 રૂપિયા થઈ જતા. શુક્રવારે OLA Electricના શેર 20 ટકાના અપર સર્કિટ સાથે 133 રૂપિયાની કિંમત પર બંધ થયા.

તો લિસ્ટિંગ પર આ શેરની કિંમત માત્ર 76 રૂપિયા હતી, જે હવે પતાની લિસ્ટિંગ પ્રાઇઝથી 75 ટકા વધુ છે. OLA Electricના શેરનું હાઇ લેવલ 133 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 48,801 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ મુજબ, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ HSBCના શેર પર ‘ખરીદો’ રેટિંગ આપી છે અને 140 રૂપિયા પર ટારગેટ પ્રાઇઝ નક્કી કરી છે. OLA Electric ભારતમાં એક લીડ ઇલેક્ટ્રિક સ્કૂટર (EV) નિર્માતા છે, જે EV અને બેટરી સેલ સહિત તેમના માટે ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઈડ અને મેન્યૂફેક્ચરિંગ કરે છે.

15 ઑગસ્ટે OLA Electricએ ઇલેક્ટ્રિક બાઇક સેગમેન્ટમાં પોતાની પહેલી બાઇક લોન્ચ કરી. Olaએ ‘રોડસ્ટર’, રોડસ્ટર એક્સ’ અને રોડસ્ટર પ્રો લોન્ચ કરી અને આગામી સમયમાં Q1FY25 નુકસાન વર્ષ દર વર્ષના આધાર પર વધીને 346 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે Q1FY24માં નુકસાન 268 કરોડ રૂપિયા હતું. જો કે, ત્રિમાસિક દર ત્રિમાસિક આધાર પર કંપનીનું નુકસાન 418 કરોડ રૂપિયાથી ઓછું થયું છે.

error: Content is protected !!