fbpx

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પછી ભાજપને ફાયદો થશે કે નુકશાન?

Spread the love

ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. હવે સવાલ એ છે આર્ટિકલ 370 હટાવ્યા પછી અને સીમાંકન બાદ ભાજપને ફાયદો થશે કે નુકશાન?

જમ્મુ-કાશ્મીરમાં 2014માં વિધાનસભાની ચૂંટણી થયેલી તે વખતે કુલ 89 વિધાનસભા બેઠકો હતી. જેમાં 37 જમ્મુમાં અને 46 કાશ્મીરમાં હતી અને 6 લદાખમાં હતી. કાશ્મીરમાં મુસ્લિમ વસ્તી બહુમતીમાં હોવાને કારણે મુખ્યમંત્રી કાશ્મીરના જ નેતા બનતા હતા

સીમાંકન પછી આખો ખેલ બદલાઇ ગયો. જમ્મુ અને કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા.જેને કારણે જમ્મુમાં 43 સીટ થઇ ગઇ અને કાશ્મીરમાં 47 વિધાનસભા સીટ થઇ. કુલ 90 બેઠકો થઇ. જમ્મુમાં જે 6 બેઠકો વધી તેમાં હિંદુ બહુમતી ધરાવતા જિલ્લાઓ છે જેને કારણે ભાજપને મોટો ફાયદો થશે.

error: Content is protected !!