જે એસ્ટેરોઇડે ધરતી પરથી ડાયનાસોરોને ખતમ કર્યા હતા, એ ગુરુ ગ્રહની ખૂબ પાછળથી આવ્યા હતા. આ ખુલાસો તાજેતરમાં આ થયેલી એ સ્ટડીમાં થયો છે. આ એસ્ટેરોઇડે મેક્સિકોના યૂકાટન પ્રાયદ્વીપ પર 6:60 કરોડ વર્ષ અગાઉ વિશાળ ખાડો કર્યો હતો, જેના કારણે ડાયનાસોરોની આખી પ્રજાતિ નષ્ટ થઇ ગઇ હતી. એ સિવાય ધરતી પર ઉપસ્થિત બધા જીવોની 75 ટકા વસ્તી ખતમ થઇ ગઇ હતી. આ એક પ્રલય જેવું હતું. આખી દુનિયામાં કાટમાળ ફેલાઇ ગયો હતો. ત્સુનામી આવી હતી. આગ ફેલાઇ હતી, પરંતુ હવે એક સ્ટડી થઇ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એસ્ટેરોઇડ આપણાં સૌરમંડળના બહારથી આવ્યો હતો.
વૈજ્ઞાનિકોએ પ્રાચીન કાટમાળની સ્ટડી કરીને એ જાણકારી મેળવી કે એસ્ટેરોઇડ કઇ વસ્તુથી બન્યો હતો. આ એસ્ટેરોઇડ કાર્બોનેસિયસ હતો. એટલે કે C ટાઇપ. મતલબ તેમાં કાર્બનની માત્ર વધારે હતી. જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ કોલોનના જિયોકેમિસ્ટ મારિયો ફિશર ગોડ્ડે અને તેના સાથીઓએ આ સ્ટડી કરી છે. મારિયોએ જણાવ્યું કે, એ એસ્ટેરોઇડ આપણા સૌરમંડળમાં ઉપસ્થિત એસ્ટેરોઇડ સાથે મળતો નથી. એ બહારથી આવ્યો હતો. તેણે જ ડાયનાસોરોની જિંદગી ખતમ કરી દીધી. આ સ્ટડી તાજેતરમાં જ નેચર જર્નલમાં પ્રકાશિત થઇ છે.
આ જ એસ્ટેરોઇડની ટક્કર બાદ ક્રિટેસિયસ કાળ ખતમ થઇ ગયો. ચિક્સુલૂબ ક્રેટર બન્યો હતો. નાનો મોટો નહોતો આ ખાડો. તે 180 કિમી પહોળો, 20 કિમી ઊંડો હતો. વિચારો કે એક કાર્બન એસ્ટેરોઇડની ટક્કર કેટલી ખતરનાક હોય શકે છે. તેનાથી જે કાટમાળ ઉડ્યો આજે તે ક્લે બનીને ઘણી જગ્યાઓ પર જમા છે. જેમાં ઇરિડિયમ, રુથેનિયમ, ઓસ્મિયમ, રોડિયમ, પ્લેટિનમ અને પેલેડિયમ મળી રહ્યા છે.
આ બધા ધાતુ ધરતી પર દુર્લભ છે, પરંતુ એસ્ટેરોઇડ્માં કોમન હોય છે. વૈજ્ઞાનિકોએ રુથેનિયમ પર ખાસ ધ્યાન આપ્યું. ક્લેમાં ઉપસ્થિત રુથેનિયમની માત્રાની તપાસ કરી. આ ધાતુના 7 આઇસોટોપ્સ છે. 3 તો ટક્કરના કાટમાળમાં મળ્યા. એ આઇસોટોપ્સ એ વાતની પુષ્ટિ કરે છે કે ટકરાનાર એસ્ટેરોઇડ કાર્બનથી ભરેલો હતો. રુથેનિયમથી ભરેલા એસ્ટેરોઇડ આપણાં સૌરમંડળમાં ઓછા મળે છે.
તેમાં જે આઇસોટોપ્સ મળે છે એ સૌરમંડળની બહારથી આવેલા કોઇ એસ્ટેરોઇડના લાગે છે. C ટાઇપ હજુ વધારે દુર્લભ ધાતુઓથી ભરેલા M ટાઇપ એસ્ટેરોઇડ હોય છે. C ટાઇપ એસ્ટેરોઇડ્સમાં સૌર મંડળ બનવાના પુરાવા મળે છે. એ સૌરમંડળની બહાર હતા. ત્યારબાદ ધીરે ધીરે કેટલાક અન્ય સૌર મંડળ અંદર આવ્યા. જે સામાન્ય રીતે મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે બનેલા એસ્ટેરોઇડ બેલ્ટમાં ફરતા રહે છે, પરંતુ ડાયનાસોરોને ખતમ કરનાર એસ્ટેરોઇડ સીધા સૌરમંડળથી બહારથી આવ્યા હતા.