fbpx

પ્રાંતિજ -તલોદ ખાતે બે શાળાઓ મજુર કરવામા આવી

Spread the love

પ્રાંતિજ -તલોદ ખાતે બે શાળાઓ મજુર કરવામા આવી

  • વાલીઓ તથા ગામજનો મા આનંદ છવાયો

રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના પ્રાંતિજ ખાતે એક અને તલોદ ખાતે એક એમ બે નવીન સરકારી માધ્યમિક શાળા ઓ મંજૂર કરવામાં આવી

પ્રાંતિજ વિધાનસભા ના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆતોથી પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં નવીન સરકારી માધ્યમિક શાળાઓ પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર અને તલોદ તાલુકાના લવારી ગામ ખાતે મંજૂર કરવામાં આવી છે ત્યારે પ્રાંતિજ વિધાનસભા ના મતદારો એ ધારાસભ્ય નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ મુખ્ય મંત્રી, શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી કુબેર ભાઈ ડિંડોર અને રાજ્ય સરકાર નો આભાર માન્યો હતો આ વર્ષે આ નવીન શાળાઓમાં ધો ૯ નું શિક્ષણ કાર્ય શરૂ થશે અને એમાં બાળકો ને મફત અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મફત ચોપડીઓ, શિષ્યવૃત્તિ યોજના , નમો લક્ષ્મી યોજના , સરસ્વતી સહાય સાયકલ યોજના સહિત યોજનાઓ નો લાભ થશે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!