ફ્લાઇટથી મુસાફરી કરવા દરમિયાન એરપોર્ટ પર લગેજને લઈને મોટી પરેશાની થાય છે. આ દરમિયાન ક્યારેક ક્યારેક સ્થિતિ વધુ પણ ખરાબ થઈ જાય છે જ્યારે તમારો સામાન ચોરી થઈ જાય છે. એવી જ ઘટના એક સોફ્ટવેર એન્જિનિયર સાથે થઇ. નંદન કુમારે પટનાથી બેંગ્લોર માટે ઇન્ડિગોની ફ્લાઇટ સાથે ઉડાણ ભરી હતી. મુસાફરી દરમિયાન નંદન કુમારનું લગેજ ભૂલથી તેના સાથી મુસાફરે ઉઠાવી લીઘું અને સામાન ગુમ થવાના કારણે આ સોફ્ટવેર એન્જિનિયર પરેશાન થઈ ગયો.
આ ઘટના બાદ એ શખ્સે સામાનને શોધવા માટે એવું પગલું ઉઠાવ્યું કે તે ચર્ચામાં આવી ગયો. સોફ્ટવેર એન્જિનિયર નંદન કુમારે પોતાનો સામાન પાછો મેળવવા સાથે જોડાયેલી સ્ટોરી શેર કરી અને ઇન્ડિગો એરલાયન્સની વેબસાઇટની સુરક્ષામાં ખામીઓ તરફ ઈશારો કર્યો. નંદન કુમારે ટ્વીટ કરતા લખ્યું કે મેં કાલે ઇન્ડિગો 6E-185 ફ્લાઇટથી પટનાથી બેંગ્લોરની મુસાફરી કરી. આ દરમિયાન મારી બેગ બીજા મુસાફર સાથે બદલાઈ ગઈ. ઈમાનદારીથી કહું તો અમારા બંનેની ભૂલ છે કેમ કે અમારી બેગ એકદમ સમાન હતી.
નંદન કુમારે કહ્યું કે પછી મેં કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો અને મારા ખોવાઈ ગયેલા સામાનની જાણકારી માટે બધા પ્રોટોકૉલનું પાલન કર્યું. ખૂબ મહેનત છતા મને કોઈ સમાધાન ન મળ્યું અને ન તો મને એ વ્યક્તિની જાણકારી આપવામાં આવી જેની સાથે મારો સામાન બદલાઈ ગયો હતો કેમ કે પોતાની પ્રાઈવાસી અને ડેટા પ્રોટેક્શન સાથે જોડાયેલા કાયદા હેઠળ એમ કરી શકતી નહોતી એ છતા પણ મને આગામી દિવસ સુધી કંપની તરફથી કોઈ કોલ ન આવ્યો.
(ઇન્ડિગોનો જવાબ)
ઘણો પ્રયત્ન કર્યા બાદ નંદન કુમારે પોતાની કમ્પ્યુટર સ્કિલનો ઉપયોગ કરતા એરલાઇન્સની વેબસાઇટ હેક કરી લીધી અને સાથી મુસાફર બાબતે જાણકારી મેળવી લીધી જેની સાથે તેની બેગ બદલાઈ ગઈ હતી. એ સિવાય નંદન કુમારે ઇન્ડિગોની વેબસાઇટમાં ઉપસ્થિત સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક વાતો પણ શેર કરી. નંદન કુમારની ટ્વીટના જવાબમાં ઇન્ડિગોએ જવાબ આપતા તેને થયેલી અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યું અને આશ્વાસન આપ્યું કે વેબસાઇટમાં કોઈ સિક્યોરિટી લેપ્સ નહોતા. નંદન કુમારની આ ટ્વીટ થ્રેડને 5000થી વધાર લાઇક મળી છે અને યુઝર્સે તેનું સમર્થન કર્યું સાથે જ એરલાઇન સાથે થયેલા પોતાનો ખરાબ વ્યવહાર શેર કર્યો.