fbpx

અંબાલાલ પટેલે ભારે વરસાદની સાથે ગરમીની પણ આગાહી કરી દીધી

Spread the love

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે ભારે વરસાદની સાથે ભારે ગરમી પડવાની પણ વાત કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 24 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આહવા-ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યુ કે, ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 10 ઇંચ તો કેટલાંક વિસ્તારોમાં 8 ઇંચ વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધશે.

આ વખતે ચોમાસામાં ભારે વરસાદ પડવા છતા લોકોને ઠંડકનો અનુભવ થતો નથી તેને બદલે ભારે ગરમી પડી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય વિષુવૃત પર આવશે એટલે સુર્ય માથા પરથી પસાર થશે જેને કારણે ગરમીનો પારો વધશે. દિવાળી સુધી ભારે ગરમીનો સામનો કરવો પડશે.

error: Content is protected !!