fbpx

વિધાનસભા સત્રની શરૂઆતની 21 મિનિટમાં જ કોંગ્રેસના બધા સભ્યો સસ્પેન્ડ

Spread the love

ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને બીજા દિવસે ગૃહમાં ભારે હંગામો થયો હતો.સત્રની શરૂઆતના માત્ર 21 જ મિનિટમાં વિધાનસભા અધ્યક્ષે બધા કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.

ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ થયું છે અને પહેલાં દિવસે અંધશ્રદ્ધા વિરુદ્ધનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. ગુરુવારે જ્યારે બીજા સત્રની શરૂઆત થઇ ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ ઉભો કર્યો હતો કે અમારા સવાલો કેમ મંજૂર કરવામાં આવતા નથી. 21 મિનિટ સુધી વિધાનસત્રા અધ્યક્ષ સાથે બહસ ચાલી. આ દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા રૂષીકેશ પટેલે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી જેને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટેકો આપ્યો જેને પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

error: Content is protected !!