fbpx

હરિયાણામાં ચૂંટણીની તારીખ બદલવા માટે ભાજપે ચૂંટણી પંચને લખી ચિઠ્ઠી, આપ્યુ આ કારણ

Spread the love

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણીની તારીખમાં બદલાવ કરવા માટે ભારતીય ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી છે. તેના પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે. ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, ચૂંટણી અગાઉ ભાજપે પોતાની હાર સ્વીકાર કરી રહી છે., ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તેની જાહેરાત થયાનો એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે. તેનો અર્થ છે કે ભાજપ ચૂંટણી ટાળવા માગે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી અગાઉ જ ભાજપ હાર સ્વીકારી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી પંચ સમય પર ચૂંટણી કરાવે. ચૂંટણી તારીખ આગળ વધારવા પર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, અમારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડૌલીએ અન્ય રાજનીતિક પાર્ટીઓ સાથે પરામર્શ બાદ આ નિર્ણય લીધો છે. ત્યારબાદ જ તારીખ આગળ વધારવા માટે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી છે. જેથી વોટિંગ ટકાવારી વધારી શકાય કેમ કે આ દરમિયાન સતત રજાઓ છે એટલે આ ચિઠ્ઠી લખી છે જેથી વોટિંગ ટકાવારી ઓછી ન થાય.

ભાજપે તર્ક આપતા કહ્યું કે, 28 સપ્ટેમ્બર (શનિવાર) અને 29 સપ્ટેમ્બર (રવિવાર) છે. આ દિવસે સરકારી રજા અને ખાનગી સંસ્થા બંધ રહે છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં મતદાન થશે એટલે આ દિવસે રજા રહેશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતી છે.

આ દિવસે રાષ્ટ્રીયકક્ષાની રજા રહેશે. માત્ર 30 સપ્ટેમ્બરનો દિવસ ખાલી છે. લોકો એક દિવસની રજા લઈને 5 દિવસની રજા પર બહાર જઇ શકે છે. એવામાં વોટિંગ ટકાવારીમાં ભારે કમી આવશે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. બધી 90 સીટો પર એક જ દિવસમાં મતદાન કરવામાં આવશે. આ વખત રાજ્યમાં એક જ ચરણમાં મતદાન થશે. 1 ઓક્ટોબરે રાજ્યમાં મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે.

error: Content is protected !!