fbpx

UPમા ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા,એન્જિન સાથે 14 ડબ્બા આગળ નીકળી ગયા અને 8 ડબ્બા..

Spread the love

રવિવારે સવારે પંજાબના ફિરોજપુરથી ધનબાદ માટે જઇ રહેલી કિસાન એક્સપ્રેસ (133308 ડાઉન)નો એક ડબ્બો સ્યોહારા પોલીસ સ્ટેશનના રાયપુર ગામ પાસે અચાનક કપલિંગ તૂટી ગઈ, જેથી ટ્રેન 2 હિસ્સામાં વહેચાઈ ગઈ. ટ્રેનમાં કુલ 22 ડબ્બા હતા, કપલિંગ તૂટવાથી 14 ડબ્બા એન્જિન સાથે સ્યોહારા સ્ટેશન પહોંચી ગયા, જ્યારે બાકી 8 ત્યાં જ રહી ગયા. સૂચના મળતા ASP પૂર્વી અને SDM ધામપુર સહિત RPF અને GRP કર્મી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. લગભગ સાડા 3 કલાક બાદ 21 ડબ્બાઓ સાથે ટ્રેનને સકુશળ રવાના કરી દેવામાં આવ્યા. એક ડબ્બો સ્યોહારા સ્ટેશન પર ઊભો કરી દેવામાં આવ્યો. આ દરમિયાન પોલીસની ભરતી માટે પરીક્ષા આપવા મુરાદાબાદ અને બરેલી જઇ રહેલા 200 પરીક્ષાર્થીઓને પોલીસે રોડવેઝ બસોથી રવાના કર્યા. પંજાબ ફિરોઝપુરથી ઉપડીને ધનબાદ જનારી 13308 ડાઉન કિસાન એક્સપ્રેસ રવિવારે સવારે ધામપુર સ્ટેશનથી સ્યોહારા તરફ જઇ રહી હતી. સ્યોહારામાં ટ્રેન પહોંચવાનો સમય રાત્રે 2:40 વાગ્યાનો છે, પરંતુ ટ્રેન લગભગ 2 કલાક વિલંબથી ચાલી રહી હતી.

કહેવામાં આવ્યું છે કે ધામપુર સ્ટેશનથી નીકળીને જ્યારે કિસાન એક્સપરેસ સ્યોહારા પોલીસ સ્ટેશનના રાયપુર ગામ પાસે પહોંચી તો અચાનક ડબ્બા નંબર S-3 અને S-4ની કપલિંગ તૂટી ગઈ. જેથી S-4 સહિતના 8 ડબ્બા ત્યાં જ ઊભા રહી ગયા, જ્યારે 14 ડબ્બા એન્જિન સાથે જતા રહ્યા. ટ્રેન રાયપુરથી 4 કિલોમીટર દૂર જઈને સવારે લગભગ 4:00 વાગ્યે સ્યોહારા સ્ટેશન પર રોકાઈ. જ્યાં લોકો પાયલટ અને ગાર્ડે ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપી. જાણકારી મળતા જ ધામપુરથી ASP પૂર્વી ધર્મ સિંહ માર્છાલ, SDM ધામપુર રીતુ રાની, CO સરવમ સિંહ અને ધામપુર અને સ્યોહારાના પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત GRP અને RPF કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

રેલવે અધિકારીઓ મુજબ ટ્રેન ચાલવા દરમિયાન બધા ડબ્બામાં પ્રેશર એક સમાન રહે છે. કપલિંગ તૂટવા કે અન્ય કોઈ સમસ્યા આવવા પર અચાનક પ્રેશર તૂટી જાય છે, જેથી ઇમરજન્સી બ્રેક લગાવતા ચાલકને ખબર પડી જાય છે. રવિવારે સવારે રાયપુર ગામ પાસે જ્યારે કપલિંગ તૂટી તો પ્રેશર ઓછું થવાથી ટ્રેનના ચાલક કેકે રસ્તોગીને ખબર પડી ગઈ હતી, પરંતુ બ્રેક લગાવતા લગાવતા ટ્રેન લગભગ 4 કિમી દૂર સ્યોહારા સ્ટેશન પર પહોંચી ચૂકી હતી. અધિકારીઓ પહોંચવા પર કપલિંગ તૂટેલા ડબ્બાઓને અલગ કરીને અન્ય ડબ્બાઓને જોડીને લગભગ સાડા 3 કલાક બાદ 7:30 વાગ્યે રવાના કરવામાં આવી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમયે રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પરીક્ષાના કારણે કિસાન એક્સપ્રેસમાં પણ મોટી સંખ્યામાં પરીક્ષાર્થી બેઠા હતા, જે મુરાદાબાદ અને બરેલીમાં પરીક્ષા આપવા જઇ રહ્યા હતા. ટ્રેન ખરાબ થવાથી પરીક્ષા છૂટવાના ડરના કારણે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો. જેના પર પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ લગભગ 200 પરીક્ષાર્થીઓને ગામની બહારથી રોડવેઝ બસોમાં બેસીને રવાના કરવામાં આવ્યા.

ઉત્તર રેલવે મુરાદાબાદ મંડળના વરિષ્ઠ મંડળ અધિકારી વાણિજ્ય સંચાલક આદિત્ય ગુપ્તાએ જણાવ્યું કે, કપલિંગ અલગ થવાથી ટ્રેન 2 હિસ્સાઓમાં વહેચાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, કપલિંગ તૂટવાથી ડબ્બાઓને સ્યોહારા સ્ટેશન પર જ રોકવામાં આવ્યા. કપલિંગ બદલીને બાકી ડબ્બાઓને જોડીને સકુશળ રવાના કરી દેવામાં આવ્યા. કોઈ જાનહાનિ થઈ નથી. કપલિંગ તૂટી છે કે ખોલવામાં આવી છે તેની તપાસ કરાવવામાં આવશે.

તે ડબ્બામાં ડીસકપલિંગથી કિસાન એક્સપ્રેસના ડબ્બા અલગ થઈ ગયા હતા. 8 ડબ્બા પાછળ રહી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સવારે લગભગ 7:00 વાગ્યે ટ્રેનને સકુશળ રવાના કરવામાં આવી. કપલિંગની તપાસ પણ કરાવવામાં આવશે. SDM રીતુ રાનીએ કહ્યું કે, અધિકારીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાની તપાસ કરવામાં આવી હતી. ટ્રેનને સકુશળ રવાના કરી દેવામાં આવી હતી. ટ્રેનમાં લગભગ 200 પરીક્ષાર્થી હતા જેમણે રોડવેઝ બસોમાં બેસીને મુરાદાબાદ અને બરેલી માટે રવાના કરવામાં આવ્યા.

error: Content is protected !!