રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય સમન્વય બેઠક 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં મળી રહી છે. આ 3 દિવસની બેઠકમાં ભાજપ, ABVP, VHP સહિતની 32 જેટલા સંગઠનો સામેલ થવાના છે. RSSના વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેમા ભાજપના મહાસચિવ બી. એલ. સંતોષ સહિતના નેતાઓ હાજર રહેશે.
જાણવા મળેલી વિગત મુજબ RSSની બેઠક પહેલા ભાજપ ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી દેશે અને એ ઇન્ચાર્જ અધ્યક્ષ બેઠકમાં હાજરી આપશે. કેરળમાં બેઠક કરવા પાછળનું કારણ એવું છે કે, અત્યાર સુધી ભાજપ કેરળમાં ઘુસી શક્યું નથી. લોકસભા 2024માં ભાજપને 1 સીટ મળી તેનાથી ઉત્સાહ વધ્યો છે અને એટલે આ વખતે કેરળમાં બેઠક રાખવામાં આવી છે.