બટાટા નગરી તરીકે જાણીતા બનાસકાંઠાની ભાજપ શાસિત ડીસા નગર પાલિકામાં બળવો થયો છે અને ભાજપના પાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા અને કમિટીના ચેરમેન સહિત 17 લોકોએ ભાજપ ઓફિસ જઇને રાજીનામા ધરી દેતા રાજકારણમાં હોબાળો મચી ગયો છે.
ડીસાનું રાજકારણ જાણવા જેવું છે. અહીં ભાજપના કેન્દ્રના એક દિગ્ગજ નેતા અને ભાજપના બનાસકાંઠાના નેતા વચ્ચે આંતરીક લડાઇ ચાલે છે. ભાજપના કેન્દ્રના નેતા સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા છે અને બનાસકાંઠાના નેતા સાથે વર્તમાન ધારાસભ્ય પ્રવિણ માળી છે.ડીસા નગર પાલિકામાં પ્રમુખ તરીકે ભાજપ નેતા સંગીતા દવે છે. પ્રવિણ માળી ગ્રુપને સંગીતા દવે સામે વાંધો છે અને તેમને ઉથલાવવા છે. એટલે 17 સભ્યોએ એક સાથે રાજીનામા આપ્યા છે અને કહ્યું છે કે પ્રમુખ સંગીતા અમારી વાત સાંભળતા નથી.