fbpx

એશિયન એજ્યુકેશન કેમ્પસ નો દશાબ્દી મહોત્સવ HNGU ના રજીસ્ટ્રારશ્રી ની ઉપસ્થિતિમાં ઇડર ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો.

Spread the love

એશિયન એજ્યુકેશન કેમ્પસ નો દશાબ્દી મહોત્સવ HNGU ના રજીસ્ટ્રારશ્રી ની ઉપસ્થિતિમાં ઇડર ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો.

ગુજરાતની નં-૧ ટાઇલ્સ કંપનીના CSR તરીકે ચાલતા એશિયન એજ્યુકેશન કેમ્પસ ને ૧૦ વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ તેમજ વેલકમ અને ફેરવેલ પાર્ટી નું આયોજન ઇડર ટાઉન હોલ ખાતે એશિયન ફેષ્ટા-૨૪ ના શીર્ષક સાથે રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના રજીસ્ટ્રારશ્રી ડૉ. રોહિત એન. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના પ્રમુખશ્રી જયંતીભાઈ પટેલ, સેક્રેટરીશ્રી કાળીદાસભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિતેશ પટેલ, ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલશ્રી નિર્મલ પટેલ અને બી.સી.એ. કોલેજના પ્રિન્સિપાલશ્રી મહેન્દ્રભાઈ પટેલે મંચ શોભાવ્યું હતું.

આ ઉજવણી પ્રસંગે સંસ્થાએ ગત વર્ષોમાં પ્રાપ્ત કરેલા વિવિધ રેકોર્ડ્સ તેમજ વિશેષ સિદ્ધિઓની પ્રસ્તુતિની ઉજવણી અતિભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાને ખુબ જ ઓછા સમયમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્તિ કરાવી નવી ઉંચાઈ અને નવી ઓળખ અપાવવા બદલ સંસ્થાના ના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિતેશ જી. પટેલને, સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી એ HNGU ના રજીસ્ટ્રારશ્રીના વરદ હસ્તે ‘બેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ’ થી સન્માનિત કર્યા હતા.

નામાંકિત કંપનીઓમાં ઉચ્ચ પગાર ધોરણે નોકરી મેળવનારા તેમજ યુનિવર્સિટી ક્ષેત્રે ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્થાના સ્ટાફમાં પોતાની જવાબદારી ની સાથે જે સ્ટાફ મિત્રો એ ઉચ્ચ અભ્યાસ કરેલ હતો તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રજીસ્ટ્રારશ્રી ડૉ. રોહિત એન. દેસાઈએ વિધાર્થીઓ ને પ્રેરણાલક્ષી ઉદબોધન આપ્યું તેમજ સેક્રેટરીશ્રી કાળીદાસભાઈ પટેલ એ જીવન ઉપયોગી ઉપદેશક વાતો કરી હતી. ડૉ. મિતેશ જી પટેલએ સંસ્થાનો ઈતિહાસ અને ભવિષ્ય નો હેતુ તેમજ ઉદ્દેશ ની સુંદર વાતો કરી હતી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રસ્તુતિ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અંતમાં શ્રી નિર્મલભાઈ પટેલ એ આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ નો આભાર વ્યક્ત કરેલ હતો.

error: Content is protected !!