ડોલ્ફિન્સ જયારે દરિયામાં ઉછાળા મારતી હોય તેવું દ્રશ્ય બધાને જોવાનું ગમતું હોય છે. માછલીઓમાં સૌથી બુધ્ધિશાળી મનાતી ડોલ્ફિન્સ કોઇ આંતકવાદીઓની પાછળ પડી જાય અને તેમને દોડાવી દોડાવીને હંફાવી દે અને ડોલ્ફીન પાછી હથિયારોથી સજ્જ હોય એવી વાત હોય તો તમે કદાચ માનવા તૈયાર ન થાવ, તમને કદાચ એમ લાગે કે આ શક્ય જ નથી, પરંતુ આ વાત સાચી છે અને ડોલ્ફિન્સે પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસના આતંકવાદીઓને દરિયામાંથી ખદેડયા હતા અને એટલા દોડાવ્યા હતા કે આતંકવાદીઓને એક તબક્કે તો એમ લાગ્યું હતું કે હવે જીવ નહીં બચે.
પેલેસ્ટાઇનના આતંકવાદી ગ્રુપ હમાસે આરોપ લગાવ્યો છે કે તેમનો પીછો ઇઝરાયલની કિલર કમાન્ડો ડોલ્ફિન્સે કર્યો હતો. હમાસ આતંકવાદી ગ્રુપે કહ્યું કે ડોલ્ફિન્સના મસ્તક પર એક ડિવાઇઝ લગાવવામાં આવી હતી. ડોલ્ફિન્સે અમારો એટલો ખતરનાક રીતે પીછો કર્યો હતો કે અમને એવું જ લાગી રહ્યું હતું કે ડોલ્ફિન્સ અમને મારીને જ છોડશે, પરંતુ સદનસીબી જીવ બચ્યો પણ ડોલ્ફિન્સે અમને બહુ દોડાવ્યા એવું હમાસ ગ્રુપનું કહેવું છે.
યુકેના અખબાર ડેલી સ્ટારના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનના આતંકવાદી ગ્રુપ હમાસે સોમવારે આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલના સુરક્ષાબળોએ કિલર ડોલ્ફિન્સ કમાન્ડો સાથે દરિયામાં પીછો કર્યો હતો. જો કે આ ઓપરેશન કયા સમયે થયું હતું તેની કોઇ જાણકારી મળી શકી નથી.
નવલ કમાન્ડોઝના પ્રવક્તા Al-Qassam brigadesએ માહિતા આપતા કહ્યું હતુ કે જે ડોલ્ફિન્સ સમુદ્ર્માં પીછો કરી રહી હતી તેના માથા પર ડિવાઇસ હતી. આતંકવાદી ગ્રુપ હમાસના સભ્ય અબુ હમજાએ આ વિશે માહિતી આપી હતી કે મે મહિનામાં પણ એક ડોલ્ફિને તેના એક સાથી પર હુમલો કર્યો હતો, એના માથા પર પણ ડિવાઇસ લાગેલી હતી. આ બધા પાછળ ઇઝરાયલનો હાથ છે.
જો કે ડોલ્ફિને કેટલું નુકશાન પહોંચાડ્યું તે વિશે પણ જાણકારી મળી નથી. બીબીસીના એક રિપોર્ટ મુજબ ડોલ્ફિન્સને ઇઝરાયલી સેનાએ હત્યારી બનાવી દીધી છે. એવું કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2015માં હમાસે ઇઝરાયલી ડોલ્ફિન ઓપરેટીવનો ભાંડો ફોડયો હતો. જો કે ડોલ્ફિન ઇઝરાયલ મિલિટ્રીનો હિસ્સો છે એ વાત હજુ સાબિત થઇ નથી.