સોશિયલ મીડિયા પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. એક માણસ 140 કિલો વજન ધરાવતી બાઇક માથા પર ચઢાવીને બસની છત પર મુકી રહ્યો છે. એના માટે બસ પર લગાવવામાં આવેલી સીડી ચઢીને તેણે બાઇક ચઢાવી હતી. ખરેખર આ વિશ્વાસમાં આવે તેવી વાત નથી, કારણ કે બાઇકનું વજન એટલું હોય છે કે તેને માથા પર બેલેન્સ રાખવું શકય જ ન લાગે એની સામે આ માણસે તો માથા પર બુલેટ ચઢાવી દીધી છે. જો કે એક વાત અહીં કહેવા જેવી લાગે છે કે આ માણસે કોઇ શકિત પ્રદર્શન કે વીડિયો વાયરલ કરવા માટે બાઇક માથા પર લીધી હોવાનું લાગતું નથી, પણ તેના અને પરિવારના પેટ ભરવા માટે મહેનત કરવા માટે આ કામ કર્યું હોય તેવું વીડિયો પરથી લાગી રહ્યું છે.સોશિયલ મીડિયા પરથી ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં લોકો તેની બાહુબલી સ્ટાઇલની પ્રસંશા કરી રહ્યા છે. પાંચેક વર્ષ પહેલાં પણ એક માણસે પોતાના માથા પર પલ્સર ઉઠાવીને બસ પર ચઢાવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
140 કિલો વજન ધરાવતી બાઇકને માથા પર મુકીને બસ પર ચઢાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયા એક યૂઝર ડો. અજાયિતાએ ટવીટ પર શેર કર્યો છે. વીડીયો માત્ર 9 સેક્ન્ડનો જ છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક માણસ માથા પર બાઇક રાખીને બસની સીડી ચઢીને એક હાથે પકડીને ધીમે ધીમે ઉપર ચઢી રહી રહ્યો છે અને બસની છત પર બુલેટને ચઢાવી દેવામાં સફળ રહે છે.
5 વર્ષ પહેલાં પણ એક માણસે પલ્સર બાઇકને માથે મુકીને બસ પર ચઢાવી દીધી હતી.
ખરેખર આ વાત માન્યમાં જ ન આવે કે આટલા ભારી ભરખમ બાઇકને માથા પર ચઢાવીને બેલેન્સ રાખવું અને પાછું સીડી ચઢવું. વીડિયોમાં દેખાતો માણસ કોઇ શ્રમિક હોવાનું લાગી રહ્યું છે અને તેના અને પરિવારની રોજી રોટી માટે કામ કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકો તેને સન્માન આપી રહ્યા છે અને કેટલાંક તો તેને બાહુબલીની નવાજેશ કરી રહ્યા છે. જો કે આ વીડિયો કયા શહેર કે ગામનો છે તે જાણવા મળ્યો નથી. પણ લોકો તેના બેલેન્સની ભરપૂર પ્રસંશા કરી રહ્યા છે.