રાજકોટમાં સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં એક ભૂમાફિયાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી કે આ ભૂમિયાફીને પૈસા રાજકોટના ભાજપના દિગ્ગજ નેતાના પુત્રએ આપ્યા હતા.
રાજકોટના કોઠારીયા રોડ પર હરિઓમ પ્લોટસ નામની સુચિત સોસાયટીમાં પ્લોટ નંબર 18થી 25 વેચાણ કરીને મકાનો બની રહ્યા છે એવી તત્કાલીન કલેક્ટરને માહિતી મળી હતી અને મામલતદાર પી. એમ ડોબરીયાને તપાસ સોંપવામાં આવી હતી. ડોબરિયાએ જાતે ફરિયાદી બનીને ભૂમાફિયા પ્રવિણ પરમાર સહિત 13 લોકો સામે ફરિયાદ કરી હતી. તપાસમાં ખબર પડી કે પ્રવિણને ગુજરાતના પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળાના પુત્ર ભવદીપે 60 લાખ રૂપિયા વ્હાઇટના આપ્યા હતા.સવાલ એ છે કે પ્રવિણ પરમાર કુખ્યાત ભૂમાફિયો છે એવી બધાને ખબર છે છતા ભવદીવ વાળાએ તેને પૈસા કેમ આપ્યા?