fbpx

ગુજરાત માટે હજુ 3 દિવસ ભારે, જાણો. ઉકાઇની સપાટી ક્યાં પહોંચી?

Spread the love

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે,રાજ્યાં હજુ 3 દિવસ ભારે છે.3 સીસ્ટમ સક્રીય થવાને કારણે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઇ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 27 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, મતલબ કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 ઉકાઇ ડેમનું લેવલ મંગળવારે 336.39 પર પહોંચ્યું છે અને ઇન ફ્લો 2,31, 478 ક્યુસેક અને આઉટફ્લો 2,47, 369 ક્યુસેક છે.

ગુજરાતના 34 સ્ટેટ હાઇવે અને 1 નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ- મુંબઇ વચ્ચેની લગભગ 30 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!