fbpx

બાંગ્લાદેશમાં બળવાને કારણે વીજ કંપનીના 8400 કરોડ અટવાયા, અદાણીને રેકોર્ડ નુકસાન!

Spread the love

પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાનો અંત નથી આવી રહ્યો. અનામતના નામે સત્તા પણ બદલાઈ ગઈ. શેખ હસીનાએ PM પદ પણ છોડવું પડ્યું હતું, પરંતુ હિંસાની આગ હજી પૂરી થઈ નથી. બાંગ્લાદેશમાં તખ્તાપલટની અસર ભારત પર પણ પડી છે. ખાસ કરીને એ કંપનીઓએ જંગી રોકાણ કર્યું છે, જે બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, તેમને મોટો ફટકો પડ્યો છે. ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ યાદીમાં સામેલ છે, જેમને મોટું નુકસાન થઈ શકે છે. અદાણી સહિત દેશની પાંચ મોટી પાવર કંપનીઓને એક ખરબ ડૉલરથી વધુ એટલે કે લગભગ રૂ. 8400 કરોડનું નુકસાન થઈ શકે છે.

બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરતી કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. હિંસાને કારણે કંપનીઓની ચૂકવણી અટકી પડી છે. અદાણી સહિતની પાંચ વીજ કંપનીઓ પાસે 1 બિલિયન ડૉલરથી વધુનું બાકી લેણું છે, જે બાંગ્લાદેશ સરકારે ચૂકવવાનું છે, પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતાને કારણે આ કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે. ગૌતમ અદાણીના જંગી નાણાં બાંગ્લાદેશમાં ફસાયેલા છે. અદાણી પાવર ઝારખંડમાં ગોડ્ડા પાવર પ્લાન્ટ દ્વારા બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. સત્તાપલટો થયા પછીથી કંપનીઓની ચૂકવણી અટકી પડી છે. અદાણી પાવરે બાંગ્લાદેશને વિજળી પુરવઠાના બદલામાં લગભગ 800 મિલિયન ડૉલર એટલે કે રૂ. 6700 કરોડથી વધુની ચૂકવણી કરવાની છે, પરંતુ હિંસા અને બળવાને કારણે તે ચુકવણું થશે કે કેમ તેના પર શંકાઓ પ્રવર્તી રહી છે.

અદાણી પાવર ઉપરાંત PTC ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પણ બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. SEIL એનર્જી ઇન્ડિયા અને રાજ્ય પાવર NTPC બાંગ્લાદેશમાં પાવર સપ્લાય કરે છે. આ કંપનીઓના બિલનું પેમેન્ટ પણ અટવાયું છે. ચૂકવણી અટવાયેલી હોવા છતાં, ભારતીય કંપનીઓએ બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો હાલમાં બંધ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધોને કારણે કંપનીઓએ અત્યાર સુધી સપ્લાય જાળવી રાખી છે.

બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને કારણે કંપનીઓએ હજુ સુધી વીજ પુરવઠો બંધ કર્યો નથી, પરંતુ બાકી ચૂકવણીમાં વિલંબને કારણે કંપનીઓ લાંબા ગાળામાં તેમ કરી શકશે નહીં. હિંસા અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલ બાંગ્લાદેશ જો વીજ કંપનીઓના પેમેન્ટનો મુદ્દો જલ્દી ઉકેલે નહીં તો તેને અંધકારમાં ડૂબી જવું પડી શકે છે. ચુકવણી વિના, કંપનીઓ માટે લાંબા ગાળામાં વીજ પુરવઠો ચાલુ રાખવો મુશ્કેલ બનશે. જો બાંગ્લાદેશ અદાણી પાવર સહિત અન્ય વીજ કંપનીઓના બાકી લેણાં નહીં ચૂકવે તો કંપની બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો અટકાવી શકે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશને અંધકારમાં ડૂબી જવાના ભયનો સામનો કરવો પડશે.

error: Content is protected !!