fbpx

2 ભાઈઓનું કારનામું, સરકારી સ્કૂલમાં બનાવી દીધી કબર, જ્યારે શિક્ષકો પહોંચ્યા તો..

Spread the love

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. અહી સરકારી શાળાની અંદર ગામના જ 2 લોકોએ કબર બનાવી દીધી, જ્યારે 2 દિવસ બાદ શાળા ખૂલી તો અંદરનો નજારો જોઈને શિક્ષક હેરાન રહી ગયા. શાળાના હેડમાસ્તરે આ બાબતની જાણકારી પોલીસ અને BSAને આપી. ત્યારાબાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે કબરને શાળામાંથી હટાવી દીધી અને હેડમાસ્ટરની ફરિયાદ પર કેસ નોંધીને 2 લોકોનો ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટના પશ્ચિમ શરીરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, અહી મંઝનપુર બ્લોકના અષાઢા ગામની સરકારી શાળામાં 2 દિવસની સતત રજા હતી, ત્યારે જ ગામના રહેવાસી હાસિમ અને કાસિમ નામના 2 યુવકોએ અંદર ચૂપચાપ કબર ખોદીને તેને સિમેન્ટથી પાક્કી કરી દીધી. જ્યારે મંગળવારે સવારે હેડ માસ્ટર રાજકુમાર વર્માએ શાળા ખોલી તો બાઉન્ડ્રીની અંદર કબર જોઈને તેમના હોશ ઊડી ગયા. ભણવા આવેલા બાળકો ડરી ગયા. હેડ માસ્તરે તેની ફરિયાદ BSA સહિત પશ્ચિમ શરીરા પોલીસ સ્ટેશનની પોલીસને કરી.

જાણકારી મળ્યા બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું અને SDM મંઝનપુર આકાશ સિંહ, BSA કમલેન્દ્ર કુશવાહ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. ઇમરજન્સીમાં કબરને શાળામાંથી હટાવવામાં આવી. હેડ માસ્ટર રાજકુમારની ફરિયાદ પર પોલીસે કાસિમ અને હાસિમની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે, શાળાની ચારેય તરફ ઘણા લોકોની કબર બનેલી છે. તો ગામના રહેવાસી હાસિમ અને કાસિમ બંને સગા ભાઈ છે.

સાંપે ડંખ મારતા 30 વર્ષ અગાઉ તેમની બહેન સિતારાનું મોત થઈ ગયું હતું. તેને એ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક શાળા બની પછી તેમાં શાસન તરફથી બાઉન્ડ્રી કરાવી દેવામાં આવી. તેમાં સિતારાની કબર બાઉન્ડ્રીની અંદર આવી ગઈ. આ કબર ત્યારથી એજ પ્રકારે પડી હાઇ, પરંતુ જ્યારે શાળા 2 દિવસ માટે બંધ થઈ તો તેના ભાઈઓએ કબરને ઈંટ અને પથ્થર લગાવીને પાકી બનાવડાવી દીધી.

આ અંગે કૌશામ્બીના DSP અભિષેક સિંહે જણાવ્યું કે, પશ્ચિમ શરીરા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત અષાઢા સરકારી શાળામાં કેટલાક લોકો દ્વારા એક કબર બનાવવામાં આવી રહી હતી. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. હેડ માસ્ટર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, તેના આધાર પર સુસંગત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. જે આરોપી છે તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જે કબર બનાવી દેવામાં આવી હતી, તેને ત્યાંથી હટાવી દેવામાં આવી છે.

error: Content is protected !!