
19.jpg?w=1110&ssl=1)
સોશિયલ મીડિયામાં અપશબ્દો, અભદ્ર ભાષાનો પ્રયોગ અને અપમાનજનક વાત કરીને કુખ્યાત થયેલી કિર્તી પટેલ સુરતના એક ખંડણી કેસમાં જેલ ભેગી થઇ ગઇ છે અને જાણવા મળેલી માહિતી મુજબ કિર્તી હવે ઓછામાં ઓછા 2 મહિના સુધી જેલની બહાર આવી શકે તેમ નથી.
સુરતમાં વજુ કાત્રોડીયા નામના એક બિલ્ડરે 2024માં કાપોદ્રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એક આરોપી વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કિર્તી પટેલ ફરાર હતી. કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે મંજૂર કર્યા નહીં એટલે કિર્તીને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી છે. તેની સામે ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 10 ગુના નોંધાયેલા છે એટલે 2 મહિના સુધી કિર્તી બહાર આવી શકે તેમ નથી.