BCCIના સેક્રેટરી જય શાહને ઇન્ટરનેશનલ ક્રિક્રેટ કાઉન્સીલ (ICC)માં મોટી જવાબદારી મળી છે. જય શાહને ICCના ચેરમેન બનાવાયા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જય શાહ આ હોદ્દો સંભાળશે. અત્યારે ન્યુઝીલેન્ડના ICCના ચેરમેન છે અને તેમનો કાર્યકાળ 30 નવેમ્બરે પુરો થાય છે.
ICCમાં 12 પૂર્ણ સભ્ય હોય છે અને 96 સહયોગી સભ્યો હોય છે. 12 પૂર્ણ સભ્યોમાંથી ઉમેદવારી નોંધાતી હોય છે, આ વખતે જય શાહ સિવાય કોઇએ ઉમેવવારી નોંધાવી નહોતી એટલે શાહને બિનહરિફ ચુંટાયેલા જાહેર કરી દેવામાં આવ્યા.
ICC ચેરમેન તરીકે ક્રિક્રેટ વહીવટનો અનુભવ અને જ્ઞાન જરૂરી હોય છે. જય શાહ 2019માં BCCIના સેક્રેટરી બન્યા હતા અને 2022માં ફરી સેક્રેટરી તરીકે પસંદ થયા હતા. BCCIને દુનિયામાં રિચેસ્ટ બોર્ડ તરીકે ગણવામાં આવે છે અને IPLને કારણે ભારત ક્રિક્રેટનું મોટું માર્કેટ છે.