fbpx

રાહુલની ‘ભારત ડોજો યાત્રા’થી માયાવતીને શું વાંધો છે? તેના નામથી જ નાખુશ,જાણો કેમ

Spread the love

બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ ‘ભારત ડોજો યાત્રા’ને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, એ ગરીબીથી ઝઝૂમી રહેલા લોકો સાથે એક મજાક છે અને રમતોનું રાજનીતિકરણ હાનિકારક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો, જે આ વર્ષની શરૂઆતમાં કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા’ના સમયનો છે. વીડિયોમાં તેઓ ઘણા બાળકો સાથે માર્શલ આર્ટની સૂક્ષ્મતા શેર કરતા નજરે પડી રહ્યા છે. તેમણે કહ્યું જલદી જ ભારત ડોજો યાત્રા શરૂ થવા જઇ રહી છે.

માયાવતીએ તેને લઈને કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા X પર પોસ્ટ કરી કે, ‘પેટ ભરાયેલા લોકો માટે ડોજો અને અન્ય ખેલકૂદના મહત્ત્વથી કોઈને ઇનકાર નથી, પરંતુ ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને પછાતપણા વગેરેથી ત્રસ્ત જીવનથી ઝઝૂમી રહેલા એ કરોડો પરિવારનું શું જે પેટ પાળવા માટે માટે દિવસ-રાત કમર તોડીને મહેનત કરવા મજબૂર છે. શું ભારત ડોજો યાત્રા તેમનો ઉપહાસ નથી? ઉલ્લેખનીય છે કે, ડોજો સામાન્ય રીતે માર્શલ આર્ટ માટે એક ટ્રેનિંગ રૂમ કે શાળાને કહેવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પોસ્ટમાં લખ્યું કે, ‘કોંગ્રેસ અને તેમના ઇન્ડી ગઠબંધને અનામત અને સંવિધાન બચાવવાના નામ પર અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના વૉટને લઈને પોતાની તાકત તો વધારી લીધી, પરંતુ પોતાનો મતલબ કાઢવા પર તેમના ભૂખ અને તડપને ભૂલીને તેમની પ્રત્યે આ ક્રૂર વલણ અપનાવું શું ઉચિત છે? રમતનું રાજનીતિકરણ હાનિકારક છે જે હવે વધુ નહીં થવા દેવામાં આવે.

માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના કરોડો ગરીબો અને મહેનત કરનાર લોકોને યોગ્ય અને સન્માનપૂર્વક રોજી-રોટીની વ્યવસ્થા કરી શકવામાં પોતાની નિષ્ફળતા પર પરદો નાખવા માટે ભૂખ્યા પેટે ભજન કરાવતા રહેવા માગે છે, પરંતુ વિપક્ષી કોંગ્રેસનું પણ એવું જ જન વિરોધી વલણ પ્રજા સ્વીકારે તે કેવી રીતે શક્ય છે.

error: Content is protected !!