fbpx

PM મોદી આ 3 રાજ્યોની 3 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

Spread the love

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. PMના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ-લખનઉ, મદુરાઈ – બેંગલુરુ અને ચેન્નાઈ – નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે.

મેરઠ સિટી – લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર – નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ – બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે.

આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વૈશ્વિક કક્ષાનું માધ્યમ પ્રદાન કરશે તથા ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને સેવા પૂરી પાડશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રેલવે સેવાના એક નવા માપદંડની શરૂઆત થશે, જે નિયમિત મુસાફરો, વ્યાવસાયિકો, વ્યવસાયીઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

error: Content is protected !!