fbpx

શું શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલાશે? મોદી સરકારે આપી દીધો જવાબ

Spread the love

ભારતે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યર્પણ માટે બાંગ્લાદેશ તરફથી કોઈ પણ સંભવિત માગના મુદ્દે વિસ્તારથી બોલવાનો ઇનકાર કરી દીધો. જો કે, ભારતે સ્વીકાર્યું કે પાડોશી દેશમાં અશાંતિના કારણે વિકાસ પરિયોજનાઓ પર કામ બંધ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર તરફથી શેખ હસીનાના પ્રત્યર્પણની માગની સંભાવનાઓ બાબતે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું કે, આ એક એવો મામલો છે, જે કાલ્પનિક મુદ્દાઓ પર આધારિત છે.

તેમણે કહ્યું કે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સુરક્ષાના કારણોસર ખૂબ ઓછા સમયમાં ભારત આવ્યા હતા. શેખ હસીનાએ પોતાની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ઘણા અઠવાડિયાઓ સુધી પ્રદર્શન ચાલ્યા બાદ 5 ઑગસ્ટ 2024ના રોજ પદ છોડી દીધું હતું અને ભારત આવી ગયા હતા. હાલમાં એક સુરક્ષિત જગ્યાએ છે. જો કે, ભારતીય અધિકારીઓએ તેમના આશ્રય બાબતે કોઈ જાણકારી આપી નથી. બાંગ્લાદેશમાં ઘણા વિપક્ષી દળોએ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પાસે શેખ હસીનના પ્રત્યર્પણની માગ કરી છે.

રણધીર જાયસ્વાલે કહ્યું કે, બાંગ્લાદેશમાં ઉથલ-પાથલના કારણે દ્વિપક્ષીય પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે. બાંગ્લાદેશ જ્યારે એક વખત સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને સામાન્ય સ્થિતિ થતા જ અમે ત્યાંની વચગાળાની સરકાર સાથે વાતચીત કરીશું અને જોઈશું કે કેવી રીતે એ પરિયોજનાઓ પર આગળ કામ કરી શકાય છે. તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભાગીને ભારત તો આવી ગયા છે, પરંતુ હવે અહીંથી તેમનું ક્યાંક દૂર જવાનું મુશ્કેલ છે. શેખ હસીના પર નવી વચગાળાની સરકારે હત્યા, નરસંહાર અને અપહારણના કુલ 30 કરતા વધુ કેસ નોંધ્યા છે. તેમાં 26 હત્યાના, 4 નરસંહાર અને એક અપહરણનો કેસ છે.

હલામાં જ ઢાકામાં ભારતીય દૂત અને યુનુસ વચ્ચે થયેલી બેઠકમાં ભારતીય પક્ષે પુનરાવર્તન કર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે મળીને બંને દેશોના લોકોની સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવા માગે છે. દૂતે યુનુસ સાથે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર પણ ચર્ચા કરી. જાયસ્વાલે કહ્યું કે, હાલમાં બાંગ્લાદેશમાં ભારતીય વિઝા સેવાઓ ઉપલબ્ધ છે અને વિઝા માત્ર ઇમરજન્સી કે મેડિકલ જરૂરિયાતો માટે આપવામાં આવી રહ્યા છે. પૂર્ણ વિઝા સેવાઓ ત્યારે જ ફરીથી શરૂ કરવામાં આવશે, જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જાય અને કાયદો અને વ્યવસ્થા યથાસ્થિતિ થઈ જશે.

error: Content is protected !!