fbpx

કોચ ગંભીરે પસંદ કરી ઓલ ટાઇમ પ્લેઇંગ XI, રોહિત-બૂમરાહ આઉટ, જાણો કોહલી-ધોની…

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતની પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરી છે. આ ઓલ ટાઇમ ઇલેવનમાં રોહિત શર્મા અને જસપ્રીત બૂમરાહને જગ્યા આપવામાં આવી નથી. વિરેન્દર સેહવાગ સાથે તેમણે પોતાને ઓપનર તરીકે પસંદ કર્યા છે. વિરાટ કોહલીને ગંભીરે ભારત માટે પસંદ કરેલી આ ઓલ ટાઇમ ઇલેવનમાં 5માં નંબર પર રાખ્યો છે. મહાન સચિન તેંદુલકર અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને પણ તેમની ટીમમાં જગ્યા મળી છે.

ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીરના નિર્ણય ઘણી વખત હેરાન કરી દેનારા રહ્યા છે. તેમની વિશેષતા છે કે જે પણ કરે છે દિલથી કરે છે અને જે વિચારે છે તે નીડર થઇને બોલે છે. એવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે ગૌતમ ગંભીરે પોતાની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી. આ ટીમમાં વિરાટ કોહલીને તો જગ્યા મળી છે, પરંતુ રોહિત શર્મા બહાર કરી દીધો છે. આ ટીમમાં અનિલ કુંબલે અને આર. અશ્વિન એમ 2 સ્પિનર છે, જ્યારે ફાસ્ટ બોલિંગ માટે ઝહીર ખાન અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને રાખ્યા છે. જસપ્રીત બૂમરાહ પણ ઓલ ટાઇમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ગૌતમ ગંભીરનો એક વીડિયો સ્પોર્ટ્સ કીડાએ શેર કર્યો છે. તેમાં તેમને જ્યારે પોતાની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરવા કહેવામાં આવ્યું તો સેહવાગ સાથે પોતાને ઓપનર તરીકે પસંદ કર્યા અને રોહિત શર્માને બહાર રાખ્યો હતો. ગૌતમ ગંભીરે ઇલેવનની પસંદગીમાં કહ્યું કે, હું અને સેહવાગ ઓપનર તરીકે ટીમમાં રહીશું. રાહુલ દ્રવિડ, સચિન તેંદુલકર ચોથા નંબર પર, વિરાટ કોહલી પાંચમા નંબર પર. યુવરાજ સિંહ છઠ્ઠા નંબર પર તો મહેન્દ્ર સિંહ ધોની સાતમા નંબર પર, અનિલ કુંબલે 8, આર અશ્વિન 9માં નંબર પર, ઈરફાન પઠાણને હું 10માં નંબર પર રાખવા માગીશ અને ઝહીર ખાનને છેલ્લા નંબર પર રાખવામાં આવ્યો છે.

ગૌતમ ગંભીરની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવન:

ગૌતમ ગંભીર, વિરેન્દર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંદુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), અનિલ કુંબલે, આર. અશ્વિન, ઈરફાન પઠાણ અને ઝહીર ખાન.

error: Content is protected !!