fbpx

પ્રાંતિજ ખાતે વાછરડા ની ચોરી કરતા ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ખાતે વાછરડા ની ચોરી કરતા ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ થઈ
–  ઝપાઝપી બાદ એક પકડાય ગયો બે ભાગી ગયા
– પ્રાંતિજ નાજ ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
             

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ૯૯૦ સરકારી વસાહત ગલેચી ભાગોળ વિસ્તાર માંથી વાછરડાની ચોરી કરવા સી.એન.જી રીક્ષા લઇ આવેલ ત્રણ ઇસમો પૈકી એક ઇસ ઝડપાઈ ગયો તો અન્ય બે ભાગી જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પ્રાંતિજ નાજ ત્રણ ઇસમો વિરૂધ્ધ નામ જોગ પોલીસ ફરિયાદ થઈ


પ્રાંતિજ ના ૯૯૦ સરકારી વસાહત ગલેચી ભાગોળ વિસ્તાર મા સાંજ ના પાંચ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન સી.એન.જી.રીક્ષા નં જી. જે.૦૯ એ.એકસ ૨૮૫૯ મા આવેલ ત્રણ ઇસમો એક કાળા કલરના નાના વાછરડાની ચોરી કરી લઈ જવાની કોશીષ કરી અશરફ ભાઇ  સોહીલ ભાઇ મનસુરી રહે.રેલ્વેસ્ટેશન ઈન્દીરા નગર પ્રાંતિજ તા.પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠા જે ઝપાઝપી દરમ્યાન ઝડપાઈ આવ્યો હતો તો અન્ય બે મુનેદ ઈસ્માઇલ ભાઇ મનસુરી રહે.આયેશા રેસીડેન્સી પ્રાંતિજ જિ.સાબરકાંઠા તથા લતીફ હૈદરભાઇ પઠાણ રહે.જામ્બુચોરા પ્રાંતિજ જિ.સાબરકાંઠા બન્ને જણા ભાગી ગયા હતા તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મહેશ કુમાર કચરાજી મકવાણા દ્રારા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ-૩૦૩(૨),૬૨,૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી હતી  

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!