fbpx

પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ ના છેલ્લા દિવસે ફુલો નો શૃંગાર કરવામાં આવ્યો .

Spread the love

પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ ના છેલ્લા દિવસે ફુલો નો શૃંગાર કરવામાં આવ્યો .
– શિવભકતો એ ફુલો નો શૃંગાર કર્યો  .
– શ્રી  કાશી વિશ્વનાથ મહાદેવ ને રંગ બે રંગી ફુલો નો શૃંગાર કરવામાં આવ્યો .
– શ્રાવણ માસ દરમ્યાન રાત્રીના શિવ મહિમા સ્ત્રોત પાઠ કરવામાં આવ્યાં .
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફડી માં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ ના છેલ્લા દિવસે ભગવાન  શિવજી ને ફુલો નો શૃંગાર કરવામાં આવ્યો .


     
  પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે તપોધન ફડી ખાતે રહેતા રાવલ સમાજ ના ભાઇઓ શિવ ભક્તો દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદા ને વિવિધ રંગબેરંગી ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો હતો તો શ્રાવણ માસ દરમ્યાન સોમવાર ના દિવસે પણ ફુલો થી શૃંગાર કરવામાં આવ્યો હતો તો શ્રાવણ માસ ને લઇને રાવલ સમાજ ના ભાઇઓ શિવ ભક્તો દ્વારા મંદિર ખાતે રોજ રાત્રી ના શિવ મહિમા સ્ત્રોત નો પાઠ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં તપોધન ફળી ખાતે રહેતા રાવલ સમાજ ના ભાઇઓ દ્વારા દરરોજ રાત્રી ના મંદિર ખાતે ઉપસ્થિત રહીને શિવ મહિમા સ્ત્રોત નો પાઠ કરવામાં આવ્યો હતો તો શ્રાવણ માસ ના છેલ્લા દિવસે અમાસ ને લઇને શિવ ભક્તો એ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદા ના દર્શન પુંજા કરી સાંજ ની  આરતી નો લાભ લીધો હતો  .

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!