fbpx

ફડણવીસને લાગશે ઝટકો? કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે નજીકના નેતા, આપ્યા સંકેત

Spread the love

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય હલચલ પણ તેજ થઈ રહી છે. ઘણા નેતાઓએ ચૂંટણી અગાઉ પક્ષ પલટો પણ શરૂ કરી દીધો છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના એક નેતા પાર્ટી છોડે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેમને આ ઝટકો તેમના ગઢ વિદર્ભમાં જ લાગી શકે છે. ગયા મહિને ભંડારા ગોંદિયા લોકસભા સીટથી પૂર્વ સાંસદ શિશુપાલ પટેલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. તો હવે વધુ એક પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં સામેલ થશે, તેવી એટકળો વહેતી થઈ છે. તેઓ આ મહિને કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે.

પૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ શંકરલાલ અગ્રવાલ વર્ષ 2004, 2009 અને વર્ષ 2014માં કોંગ્રેસની ટિકિટ પર જીતી ચૂક્યા છે. વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને એજ સીટ પરથી ચૂંટણીમાં ઉતર્યા હતા. જો કે, તેમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, વિધાનસભના સભ્યો દ્વારા ચૂંટવા માટે વિધાન પરિષદની ઉમેદવારી પર પૂર્વ મંત્રી પરિણય ફૂંકેના નામ પર મહોર લાગવાથી તેઓ નારાજ છે.

તેઓ વિધાનમંડળની લોક લેખા સમિતિ (PCA)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સતત 2 વખત ભંડારા-ગોંદિયા સ્થાનિક સ્વશાસન મતવિસ્તારથી વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ગેરંટી નથી કે આ વખત વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપ તરફથી ટિકિટ મળશે કે નહીં. એવામાં તેઓ પાર્ટી બદલવા માટે બેચેન થઈ ગયા છે. જો કે, પૂર્વ ધારાસભ્યની કોંગ્રેસમાં ઘર વાપસીને લઈને પાર્ટી તરફથી કોઈ જાણકારી મળી નથી. તેમના પક્ષ પલટાની વાતો સમર્થક જ કરી રહ્યા છે.

ગોંદિયા વિધાનસભા ક્ષેત્રથી હાલમાં અપક્ષ ઉમેદવાર છે અને તેઓ ભાજપનું સમર્થન કરે છે. એવામાં પણ પૂર્વ ધારાસભ્યને પાર્ટીમાં પોતાનું ભવિષ્ય નજરે પડી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-NCP અને શિવસેના વચ્ચે અત્યારે સીટ શેરિંગ ફાઇનલ થઈ શક્યું નથી. જાણકારોનું કહેવું છે કે 173 સીટો પર સહમતી બની ગઈ છે, બાકી 115 સીટોને લઈને વાતચીત ચાલી રહી છે.

error: Content is protected !!