૨૪ કલાક મા પાંચ ઇંચ વરસાદ પડયો
પ્રાંતિજ ના વદરાડ તથા સોનાસણ મા મકાન ના પતરા ઉડયા
– પ્રાંતિજ મા બે મકાન ની દિવાલ ધરાશાયી થઈ
– વદરાડ ખાતે બેક તથા પશુ દવાખાનામા વરસાદી પાણી ધુસ્યા
– વદરાડ મા બે વડ એક ગુંદા નુ ઝાડ ધરાશાયી થયુ
– વડ ધરાશાયી થતા વડ નીચે આવેલ ગોગા મહારાજ ના મંદિર ને નુકસાન
– વદરાડ ખાતે વિજપોલ પણ ધરાશાયી થતા વિજ પ્રવાહ બંધ થયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા બપોર બાદ આવેલ અચાનક પલટામા વદરાડ તથા પલ્લાચર મા મકાનો ના છાપરા ઉડયા હતા તો પ્રાંતિજ મા રાત્રી દરમ્યાન બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી
પ્રાંતિજ સહિત તાલુકામા સોમવાર ના બપોર બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવ્યો હતો અને કાળા વાદળો ધસી આવ્યા હતા અને ત્યારબાદ તેજ પવન ગાજવિજ કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો તો બપોરે તેજ પવન ને લઈ ને પ્રાંતિજ ના સોનાસણ ખાતે બીપીનભાઇ પટેલ ના ફાર્મ હાઉસ ના પતરા ઉડયા હતા તો વદરાડ ખાતે રહેતા પટેલ અશોકભાઇ નાથાભાઇ ભેંસો માટે બનાવેલ પતરા નો સેડ ઉડયો હતો તો પટેલ શાન્તુભાઇ પુજાભાઇ ના મકાન ના પતરા ઉડયા હતા આમ બે મકાન તથા એક પશુ સેડ ઉડયો હતો તો વદરાડ ખાતે બે વડ તથા એક ગુંદાનુ ઝાડ ધરાશાયી થયુ હતુ જેમા તળાવ પાસે વડ ધરાશાયી થયો હતો તો ગામમા મહાકાલી મંદિર પાસે આવેલ વડ ધરાશાયી થતા વડ ની આવેલ ગોગા મહારાજ ના મંદિર ને નુકસાન થયુ હતુ તો વદરાડ ગામ આવેલ સાબરકાંઠા બેક તથા પશુ દવાખાના મા વરસાદી પાણી ભરાયુ હતુ તો પ્રાંતિજ ખાતે પણ રાત્રી દરમ્યાન હુમ્મડ કુવા તથા શેઠ વારા મા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જેમા હુમ્મડ કુવા ખાતે શાન્તાબેન નૈમેષ ચંદ્ર ગાંધી ના બંધ મકાન ની પાછળ ની દિવાલ ધરાશાયી થઈ હતી તો શેઠ વારા વિસ્તાર મા ભરતભાઇ ફડીયા ના મકાન ની સાઈડ ની દિવાલ ધરાશાયી થઈ હતી તો રાત્રી દરમ્યાન બન્ને મકાનોની દિવાલ ધરાશાયી થતા મોટી જાન હાની ટળી હતી તો પ્રાંતિજ ખાતે ચોવીસ કલાકમા કુલ પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો જેમા હનુમાન મંદિર સહિત નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા
જીલ રાવલ પ્રાંતિજ