fbpx

સૌથી વધુ અબજોપતિ આ શહેરમાં, સુરત 9માં ક્રમે, દિલ્હી-મુંબઈ-બેંગ્લોર કયા નંબર પર?

Spread the love

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર આ વર્ષે ભારતમાં 94 નવા અબજોપતિ બન્યા છે. હા, અમેરિકા અને ચીનની સરખામણીએ ભારતમાં નવા અબજોપતિઓની સંખ્યા ઘણી વધારે છે. જો આપણે ભારતના તમામ અબજોપતિઓની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે લગભગ 1 ટ્રિલિયન US ડૉલર છે. તેનો અર્થ એ છે કે, કુલ વૈશ્વિક સંપત્તિના લગભગ 7 ટકા છે, જે ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે.

જેમ કે અમે જણાવ્યું કે, આ વખતે ભારતે અમીરોની યાદીમાં 94 નવા અબજોપતિ ઉમેર્યા છે. અમેરિકા પછી, વિશ્વમાં અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ વધારો કરનારો આ બીજો દેશ છે.

હુરુન લિસ્ટ અનુસાર, ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં આ ઝડપી વધારાને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈએ બેઈજિંગને પાછળ છોડી દીધું છે અને ‘એશિયાની અબજોપતિ રાજધાની’નું બિરુદ મેળવ્યું છે. તે માત્ર સૌથી ઝડપથી વિકસતી અબજોપતિની રાજધાની જ નહીં, પરંતુ તે વિશ્વનું ત્રીજું સૌથી ધનિક શહેર પણ બની રહ્યું છે.

ભારતના સૌથી મોંઘા શહેર મુંબઈમાં રહેતા અબજોપતિઓની કુલ સંખ્યા હવે વધીને 386 થઈ ગઈ છે. આ વર્ષે જ અમીરોની યાદીમાં 58 નવા લોકો જોડાયા છે. ‘સિટી ઓફ ડ્રીમ્સ’ કહેવાતા આ શહેરની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 47 ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનની રાજધાની બેઇજિંગની સંપત્તિમાં 28 ટકાનો ઘટાડો થયો છે.

મુંબઈ પછી નવી દિલ્હી અને હૈદરાબાદની ગણતરી ભારતના સૌથી ધનિક શહેરોમાં થાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2024માં દિલ્હીમાં 18 નવા અબજોપતિ બન્યા હતા. આ પછી હવે દેશની રાજધાનીમાં કુલ 217 અબજોપતિ છે અને તે સૌથી વધુ અબજોપતિઓ ધરાવતું દેશનું બીજું શહેર બની ગયું છે.

જ્યારે, હૈદરાબાદે આ વખતે આશ્ચર્ય સર્જ્યું છે અને પહેલીવાર બેંગલુરુને પાછળ છોડીને સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતા શહેરોની યાદીમાં 3જા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ વર્ષે હૈદરાબાદમાં 17 નવા અબજોપતિઓ બન્યા હતા, જેના પછી શહેરમાં અબજોપતિઓની કુલ સંખ્યા 104 પર પહોંચી ગઈ છે અને બેંગલુરુ હવે 100 અબજોપતિ સાથે ચોથા સ્થાને છે.

ભારતમાં રહેતા કુલ અબજોપતિઓની સંખ્યા નીચે મુજબ છેઃ મુંબઈ-અબજોપતિઓની સંખ્યા-386-સૌથી અમીર વ્યક્તિ-મુકેશ અંબાણી અને પરિવાર, દિલ્હી-અબજોપતિઓની સંખ્યા-217-સૌથી અમીર વ્યક્તિ-શિવ નાદર અને પરિવાર, હૈદરાબાદ-અબજોપતિઓની સંખ્યા-104-સૌથી અમીર વ્યક્તિ-મુરલી દિવી અને પરિવાર, બેંગલુરુ-અબજોપતિઓની સંખ્યા-100-સૌથી અમીર વ્યક્તિ-અઝીમ પ્રેમજી અને પરિવાર, ચેન્નાઈ-અબજોપતિઓની સંખ્યા-82-સૌથી અમીર વ્યક્તિ-વેણુ શ્રીનિવાસન, કોલકાતા-અબજોપતિઓની સંખ્યા-69-સૌથી અમીર વ્યક્તિ-બેનુ ગોપાલ બંગ અને પરિવાર, અમદાવાદ-અબજોપતિઓની સંખ્યા-67-સૌથી અમીર વ્યક્તિ-ગૌતમ અદાણી અને પરિવાર, પુણે-અબજોપતિઓની સંખ્યા-53-સૌથી અમીર વ્યક્તિ-સાયરસ S પૂનાવાલા અને પરિવાર, સુરત-અબજોપતિઓની સંખ્યા-28-સૌથી અમીર વ્યક્તિ-અશ્વિન દેસાઈ અને પરિવાર, ગુરુગ્રામ- અબજોપતિઓની સંખ્યા-23-સૌથી અમીર વ્યક્તિ-નિર્મલ કુમાર મિંડા અને પરિવાર.

error: Content is protected !!